Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make red chilli chutney in a different way in cold weather

Recipe : ઠંડીમાં અલગ જ રીતે બનાવો લાલ મરચાની ચટણી, જાણો બનાવવાની સરળ રીત 

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : ઠંડીમાં અલગ જ રીતે બનાવો લાલ મરચાની ચટણી, જાણો બનાવવાની સરળ રીત 
સોર્સ : gstv

શિયાળાની ઠંડીમાં તીખા ચટણી ખાવાની મજા અલગ છે. આજે લાલ મરચા અને લસણની તીખી ચટણી કેવી રીતે બનાવવી તેની રીત અહીં જણાવશું.

App Store

લાલ મરચાની તીખી ચટણી બનાવવાની સામગ્રી

લાલ મરચાં - 400 ગ્રામ જેટલા.

  • લસણની કળીઓ - 12 થી 15.
  • મીઠું - 1/2 ટીસ્પૂન.
  • કાચું જીરું - 2 ટીસ્પૂન.
  • ઘી - 2 ટેબલસ્પૂન.
  • તેલ - 2 ટેબલસ્પૂન.
  • હિંગ - 1/4 ટીસ્પૂન જેટલી.
  • કાશ્મીરી લાલ મરચું (રંગ માટે) - 1/2 ટેબલસ્પૂન.
  • ગોળ - 1/2 ટેબલસ્પૂન (અથવા 1-2 ટીસ્પૂન). (માત્ર લસણની તીખાશ બેલેન્સ કરવા માટે થોડો ગળપણ ઉમેરવાનો છે).
  • લીંબુનો રસ - અડધા લીંબુનો.

લાલ મરચાની તીખી ચટણી બનાવવાની રીત

400 ગ્રામ લાલ વેરાયટીના મરચાંને ધોઈને કોરા કરી લેવાના છે. મરચામાંથી બીનો ભાગ અને ઉપરનો ભાગ થોડો કાઢી લેવો. જો મરચાં બહુ તીખા હોય તો બી અને નસોનો ભાગ વધારે કાઢી લેવાનો. મરચાં ગોળ અથવા લાંબા પીસીસમાં કટ કરવા. પછી મિક્સર જારમાં મરચાંના પીસીસ, 12 થી 15 લસણની કળીઓ, 1/2 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન કાચું જીરું ઉમેરી દેવું. આ મિશ્રણને થોડું દરદરું રહે એવી રીતે વાટી લેવું. 

એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. જ્યારે તેલ હળવું ગરમ થાય, ત્યારે તરત જ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવું. તરત જ લાલ મરચાં અને લસણની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી દેવી. આ પેસ્ટને ધીમા તાપે પર લગભગ 6 થી 7 મિનિટ, કે મીડીયમ તાપે પર 5 થી 6 મિનિટ જેવો ટાઈમ લગાવીને, સાંતળવી, જ્યાં સુધી ઘી અને તેલ અલગ થઈ જાય અને પાણીનો ભાગ ડ્રાય થઈ જાય. જો ચટણી ચીપકે તો 1-2 ટીસ્પૂન ઘી કે તેલ વધારે ઉમેરી શકો છો.

જ્યારે ઘી/તેલ અલગ થઈ જાય, ત્યારે માત્ર લસણની તીખાશ બેલેન્સ કરવા માટે 1/2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરવો. ગોળ ઉમેર્યા પછી પાછું બે મિનિટ જેવું થવા દેવું. જ્યારે ઘી કે તેલ ફરીથી અલગ દેખાવા લાગે, એટલે ગેસ બંધ કરી દેવો. અંતે અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે. ચટણી તૈયાર છે. તેને ઠંડી કરીને ડબ્બામાં ભરી શકો છો.