Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make this easy way to make tomato sauce in minutes

Recipe : આ સરળ રીતે મિનિટોમાં બનાવો સેવ-ટામેટાનું શાક, ઘરે જ મળશે ઢાબા જેવો સ્વાદ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Recipe : આ સરળ રીતે મિનિટોમાં બનાવો સેવ-ટામેટાનું શાક, ઘરે જ મળશે ઢાબા જેવો સ્વાદ
સોર્સ : Gstv

જે લોકોએ ઢાબામાં સેવ ટામેટાનું શાક ખાધું હશે તેઓને તેનો સ્વાદ હંમેશા યાદ હશે. ઢાબા સ્ટાઈલ સેવ ટામેટાનું શાક ઘણીવાર ઘરે બનાવવું અઘરું લાગે છે. પરંતુ અહીં ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક ઘરે કેવી રીતે બનાવવું. આ રેસીપી તમને એકદમ સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવામાં મદદ કરશે.

App Store

ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાની સામગ્રી

  • દેશી ટમેટા: 5 નંગ (નાના ટુકડામાં સમારેલા)
  • ટમેટાની પ્યુરી: 4 મીડિયમ સાઈઝના ટમેટાની
  • તેલ: જરૂર મુજબ
  • રાઈ: ½ ચમચી
  • જીરું: ½ ચમચી
  • હિંગ: ચપટી
  • મીઠા લીમડાના પાન: 6-7 (બારીક સમારેલા)
  • છીણેલું આદુ: 1 ચમચી
  • લાલ મરચું પાવડર: 1 મોટી ચમચી
  • હળદર: ½ ચમચી
  • ધાણાજીરું: 1 ચમચી
  • મીઠું: સ્વાદ પ્રમાણે (ફક્ત ટમેટા પૂરતું, કારણ કે સેવમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે)
  • લસણવાળી ચટણી: 1 ચમચી (તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો)
  • પાણી: જરૂર મુજબ
  • રતલામી સેવ: સરખા પ્રમાણમાં
  • બેસન સેવ (જાડી સેવ): સરખા પ્રમાણમાં
  • ગરમ મસાલો: છેલ્લે ઉમેરવા માટે (ઘરે બનાવેલો હોય તો વધુ સારું)

ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવા માટેની રીત

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરો. રાઈ-જીરું એકદમ સરસ ફૂટી જાય એટલે હિંગ ઉમેરો. સાથે 6 થી 7 બારીક સમારેલા મીઠા લીમડાના પાન અને 1 ચમચી છીણેલું આદુ ઉમેરી, બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી સાંતળી લો.

કડાઈમાં સમારેલા પાંચ નંગ દેશી ટમેટા ઉમેરી દો. તેમાં એક મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. મીઠાનું પ્રમાણ ટમેટા પૂરતું જ રાખવાનું ધ્યાન રાખવું, કારણ કે સેવમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે. બધું બરાબર મિક્સ કરો.

એક ચમચી લસણવાળી ચટણી ઉમેરો. તમે લાલ મરચું અને લસણવાળી ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. જ્યારે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય, ત્યારે ચાર મીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી ઉમેરી દો. પ્યુરી ઉમેર્યા પછી પણ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લો.

ટમેટા અને ટમેટાની પ્યુરી એકદમ પરફેક્ટ સંતળાઈ જાય ત્યાં સુધી પકાવો. આ માટે કડાઈ પર થોડીવાર ઢાંકણ ઢાંકી દો, જેથી તે સારી રીતે સંતળાઈ જાય અને સાઈડમાંથી તેલ અલગ પડવા માંડે. એક વખત બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી થોડું પાણી ઉમેરો. આ શાકમાં સેવ ઉમેરશો એટલે બધું જ પાણી સેવ શોષી કરી લેશે અને શાક એકદમ સુકૂ થઈ જશે, તેથી થોડો રસો રાખવો જરૂરી છે.

પાણી ઉમેર્યા પછી પણ એક વખત મિક્સ કરી લો અને કડાઈમાં ઉમેરેલા પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ફરી પાછું ઢાંકણ ઢાંકી દો. બધું એક વખત સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે, ઘરે બનાવેલો ગરમ મસાલો ઉમેરો. ગરમ મસાલો ઉમેરીને બધું એકદમ સરસ મિક્સ કરી દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને તૈયાર થયેલું સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક સર્વ કરો.