મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઘરે જ મિનિટોમાં બનાવી શકો છો ફ્રુટ કસ્ટર્ડ, તેના માટે નોંધી લો આ સરળ Recipe

ઉનાળાની ઋતુમાં ખાવા માટે ફ્રૂટ કસ્ટર્ડ એ સ્વાદિષ્ટ વાનગીઓમાંથી એક છે. ફ્રુટ કસ્ટર્ડ ખાવાથી ઉનાળાના તડકામાં શરીર ઠંડુ

ઘરે જ મિનિટોમાં બનાવી શકો છો ફ્રુટ કસ્ટર્ડ, તેના માટે નોંધી લો આ સરળ Recipe

ઉનાળાની ઋતુમાં ખાવા માટે ફ્રૂટ કસ્ટર્ડ એ સ્વાદિષ્ટ વાનગીઓમાંથી એક છે. ફ્રુટ કસ્ટર્ડ ખાવાથી ઉનાળાના તડકામાં શરીર ઠંડુ રહે છે. આ ઉપરાંત તેમાં હાજર દૂધ અને ફળો પણ તમારા શરીરને પોષણ પ્રદાન કરે છે. આ સ્વાદિષ્ટ વાનગી માત્ર થોડા સ્ટેપ્સ ફોલો કરીને ઘરે સરળતાથી બનાવી શકાય છે. ચાલો જાણીએ ઘરે ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રેસીપી.

સામગ્રી

  • દૂધ - 2 કપ 
  • ખાંડ - સ્વાદ મુજબ
  • કસ્ટર્ડ પાવડર - 3 ચમચી 
  • વેનીલા એક્સ્ટ્રેક્ટ - 1/2 ચમચી 
  • ફળ - તમારી પસંદના
  • ચેરી
  • બદામ અને પિસ્તા

બનાવવાની રીત

  • એક તપેલીમાં દૂધ ગરમ કરો, ધ્યાનમાં રાખો તેને ઉકાળવાનું નથી.
  • દૂધ થોડું ગરમા થાય એટલે તેમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરો જેથી તે સંપૂર્ણપણે ઓગળી જાય.
  • હવે એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો, જેથી કોઈ ગઠ્ઠો ન રહે.
  • હવે આ મિશ્રણને ગરમ દૂધમાં ઉમેરો અને ધીમી આંચ પર પકાવો, તેમાં વેનીલા એક્સ્ટ્રેક્ટ પણ ઉમેરો.
  • તેને ધીમા તાપે ઉકાળો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
  • જ્યારે તે ઘટ્ટ થઈ જાય, ગેસ બંધ કરો અને કસ્ટર્ડને ઠંડુ થવા દો.
  • હવે તેમાં તમારી પસંદના ફળો અને ચેરી ઉમેરો.
  • સર્વ કરતા પહેલા, કસ્ટર્ડને ઉપર ઝીણા સમારેલા બદામ અને પિસ્તાથી ગાર્નીશ કરો.

આ સમાચાર શેર કરો