તમે ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી, તો શું તમારી કન્ફર્મ ટિકિટ બીજા કોઈ માટે ઉપયોગી થઈ શકે છે? જાણો રેલવેના નિયમો

તમે ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી, તો શું તમારી કન્ફર્મ ટિકિટ બીજા કોઈ માટે ઉપયોગી થઈ શકે છે? જાણો રેલવેના નિયમો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઘણી વખત, આપણે આતુરતાથી ટ્રેન ટિકિટ બુક કરાવીએ છીએ, પરંતુ અચનાક કોઈ કામ આવી જતા યોજનાઓ રદ્દ કરવી પડે છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો અફસોસ એ છે કે કન્ફર્મ ટિકિટ ગુમાવવી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ટિકિટ બીજા કોઈ માટે ઉપયોગી થઈ શકે છે?

ભારતીય રેલવેના નિયમો અનુસાર, તમે તમારી કન્ફર્મ ટિકિટ ચોક્કસ વ્યક્તિઓને ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ યાદ રાખો, તમે મુસાફરી કરવા માટે સીધી કોઈને ટિકિટ નથી આપી શકતા. આ માટે રેલવેના મુખ્ય રિઝર્વેશન સુપરવાઇઝરની લેખિત મંજૂરીની જરૂર છે.

જાહેરાત

તમારી ટિકિટ કોણ મેળવી શકે છે?

તમે તમારી ટિકિટ મિત્રો, પડોશીઓ અથવા દૂરના સંબંધીઓને નથી આપી શકતા. રેલવેએ ફક્ત પરિવારના આઠ સભ્યોની યાદી નક્કી કરી છે જેમને ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે.

  • માતા અને પિતા
  • પુત્ર અને પુત્રી
  • પતિ અને પત્ની
  • ભાઈ અને બહેન

આમાંથી કોઈપણ સભ્ય માટે ટિકિટ આપવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાન સમયના ઓછામાં ઓછા 24 કલાક પહેલા અરજી કરવી પડશે.

લગ્ન, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટે નિયમો શું છે?

જો તમે ગ્રુપમાં મુસાફરી કરી રહ્યા છો, તો રેલવેએ અલગ અલગ સમયમર્યાદા નક્કી કરી છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ: શાળા કે કોલેજના પ્રવાસ માટે 48 કલાક અગાઉ નામ બદલી શકાય છે, પરંતુ સંસ્થાના વડા તરફથી લેખિત અરજી જરૂરી છે.

લગ્ન: જો લગ્નનો કોઈ સભ્ય મુસાફરી નથી કરી શકતો, તો ગ્રુપ લીડર ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલાં નવું નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે.

સરકારી કર્મચારીઓ: જો સરકારી ફરજ પર મુસાફરી કરતા કર્મચારીના સ્થાને બીજા કોઈને સોંપવામાં આવે છે, તો ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલાં અધિકારી તરફથી લેખિત વિનંતી સબમિટ કરવી આવશ્યક છે.

એનસીસી કેડેટ્સ: તેમના કિસ્સામાં પણ ચાર્જ અધિકારી દ્વારા 24 કલાક અગાઉ અરજી કરવી ફરજિયાત છે.

આ બે મહત્વપૂર્ણ નિયમો પર ખાસ ધ્યાન આપો

મુસાફરનું નામ ટિકિટ પર ફક્ત એક જ વાર બદલી શકાય છે. એકવાર બદલાયા પછી વધુ કોઈ ફેરફાર નથી કરી શકાતા.

વિદ્યાર્થીઓ, લગ્નના મહેમાનો અથવા એનસીસી કેડેટ્સના ગ્રુપમાં સમગ્ર ગ્રુપના મહત્તમ 10 ટકા મુસાફરો જ બદલી શકાય છે.

ટિકિટ પર નામ બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા

  • તમારા વર્ગના નિયમોના આધારે, ટ્રેન ઉપડવાના 24 કે 48 કલાક પહેલા અરજી લખો.
  • આ અરજી સાથે તમારી મૂળ કન્ફર્મ ટિકિટ, તમારું ઓળખપત્ર, નવા મુસાફરનું ઓળખપત્ર અને તમારા સંબંધનો પુરાવો લાવો.
  • તમારી નજીકના કોઈપણ મુખ્ય રેલ્વે સ્ટેશન પર જાઓ અને મુખ્ય રિઝર્વેશન સુપરવાઇઝરને મળો.
  • તમારા બધા દસ્તાવેજો તપાસ્યા પછી અધિકારી ચાર્ટ તૈયાર કરતા પહેલા તમારી ટિકિટ પર નવા મુસાફરનું નામ અપડેટ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત