Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Why are young people becoming victims of uric acid?

VIDEO : યુવાનો કેમ બની રહ્યા છે યુરિક એસિડનો ભોગ? આ શરૂઆતી લક્ષણોને ક્યારેય ન અવગણો

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં યુવાનોમાં યુરિક એસિડ (Uric Acid) વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખરાબ ખાનપાન અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે. સ્વસ્થ રહેવા માટે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ડાયટમાં પ્રોટીનની વધુ પડતી માત્રાને કારણે પણ યુરિક એસિડ વધી શકે છે. નિરોગી રહેવા માટે યુરિક એસિડ વધવાના લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર ડોક્ટરની સલાહ લઈ શકાય.

App Store

યુરિક એસિડ વધવાના મુખ્ય લક્ષણો

ગેસની સમસ્યા

યુરિક એસિડ વધવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. જો તમે પણ વારંવાર ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહો છો, તો તેનું એક કારણ યુરિક એસિડનું વધવું પણ હોઈ શકે છે.

પગમાં દુખાવો અને બળતરા

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે ત્યારે પગમાં દુખાવો થવા લાગે છે. આ સિવાય યુરિક એસિડ વધવાને કારણે પગના તળિયામાં સતત બળતરા થવાની સમસ્યા પણ થઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

એડીમાં અસહ્ય દુખાવો

યુરિક એસિડ વધવાનું સૌથી મોટું લક્ષણ એડીનો દુખાવો છે. આ સમસ્યામાં એડીને હાથ અડાડતાની સાથે જ સખત દુખાવો થાય છે. કેટલીકવાર આ દુખાવો એટલો તીવ્ર અને અસહ્ય બની જાય છે કે ચાલવામાં પણ તકલીફ પડે છે.

વધુ પડતો થાક લાગવો

યુરિક એસિડ વધવાના કારણે શરીરમાં એનર્જી ઓછી થઈ જાય છે અને થાક વધારે લાગે છે. જો તમને કોઈ ખાસ મહેનત વગર પણ ખૂબ જ વધારે થાક લાગતો હોય, તો તે યુરિક એસિડ વધવાનો સંકેત હોઈ શકે છે. આવા લક્ષણો દેખાતાની સાથે જ લોહીની તપાસ કરાવીને ડોક્ટરની યોગ્ય સલાહ લેવી હિતાવહ છે.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.