Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Stay super fit without spending a single rupee! These simple habits will keep you away from diseases.

VIDEO : Health Tips/ રૂપિયો પણ ખર્ચ્યા વગર રહો સુપર ફિટ! આ સરળ આદતો તમને બીમારીઓથી રાખશે કોસો દૂર

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજના સમયમાં લોકો સફળતાની દોડમાં સ્વાસ્થ્યને પાછળ છોડી રહ્યા છે. આ જ કારણે, લોકો નાની ઉંમરે જ ઘણી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. પરંતુ, કેટલીક સરળ આદતો અપનાવીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જીવન મેળવી શકાય છે અને આમાં ખર્ચ પણ નહિવત (બિલકુલ ન બરાબર) છે. સ્વસ્થ રહેવા માટેની કેટલીક એવી ટિપ્સ છે, જે ખૂબ જ જરૂરી, ફાયદાકારક અને ગુણકારી છે:

App Store

પૂરતું પાણી પીવાની આદત

સૌથી પહેલા તમારે પૂરતું પાણી પીવાની આદત પાડવી પડશે. દિવસભરમાં 3 થી 4 લીટર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે. આનાથી પાચનક્રિયા સુધરે છે, શરીરના ઝેરી અને બિનજરૂરી તત્વો બહાર નીકળે છે અને ત્વચામાં કુદરતી ચમક આવે છે.

મોંઘી જીમની જરૂર નથી, માત્ર અડધો કલાક આપો

સ્વસ્થ રહેવા માટે મોંઘી જીમની જરૂર નથી, પરંતુ નિયમિત શારીરિક પ્રવૃત્તિની જરૂર હોય છે. રોજ સવારે ઓછામાં ઓછી 30 મિનિટ હળવું ચાલવું, યોગ અથવા હળવી કસરત કરવાથી શરીર સક્રિય રહે છે. આનાથી હૃદય મજબૂત બને છે અને શરીરમાં નવી ઊર્જા આવે છે.

સંતુલિત આહાર અને જંક ફૂડથી દૂર રહો

સ્વસ્થ રહેવામાં ખાનપાનની મહત્વની ભૂમિકા છે. લીલા શાકભાજી, મોસમી ફળો, ડ્રાયફ્રૂટ અને આખા અનાજ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. સંતુલિત ખોરાક રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત કરે છે. તેથી જંક ફૂડ અને વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર રહે છે.

4. સવારનો તડકો છે લાખ રૂપિયાની દવા

ડૉ.ના જણાવ્યા અનુસાર, "સવારની હવા લાખ રૂપિયાની દવા સમાન છે." સવારનો હળવો તડકો શરીર માટે વરદાનથી કમ નથી. રોજ 15 થી 20 મિનિટ તડકામાં રહેવાથી શરીરને પૂરતું વિટામિન-ડી મળે છે. આ હાડકાંને મજબૂત કરવાની સાથે શરીરની ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓને સ્વસ્થ રાખે છે.

5. ઊંડી અને પૂરતી ઊંઘ

રાત્રે સમયસર સૂવું અને સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. મોડી રાત સુધી મોબાઈલ વાપરવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતો 7 થી 8 કલાકની ઊંડી ઊંઘ લેવાની સલાહ આપે છે. જરૂરિયાત મુજબ ઊંઘ લેવાથી શરીરનું રીપેરિંગ થાય છે, મગજ તાજગી અનુભવે છે અને બીજા દિવસે કામ કરવાની ક્ષમતા વધે છે.

6. મીઠું અને ખાંડ પર નિયંત્રણ

સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ક્યારેય પણ જરૂરિયાત કરતાં વધુ મીઠું કે ખાંડનું સેવન ન કરવું, આનાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા મીઠા અને ખાંડના સેવનથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ (શુગર) વધવાનું જોખમ રહે છે. તેથી ભોજનમાં આ બંનેનો સંતુલિત ઉપયોગ કરીને સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક જ હોય છે.

7. મેથીના પાણીનો રામબાણ ઈલાજ

મેથીને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે તેનું પાણી પીવું એ એક જૂનો અને જાણીતો ઘરેલું નુસખો છે. તે પાચનક્રિયાને સુધારવામાં અત્યંત ફાયદાકારક છે. રોજ સંતુલિત માત્રામાં તેનું સેવન કરવાથી શરીર હળવું અને ઊર્જાવાન બને છે. જોકે, એક્સપર્ટની સલાહ લઈને જ તેનું સેવન કરવું વધુ ફાયદાકારક રહે છે.

8. માનસિક સ્વાસ્થ્ય અને હકારાત્મક વિચાર

સ્વસ્થ જીવન માટે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. તણાવ (સ્ટ્રેસ) ઓછો કરવા માટે તમારી જાતને કોઈને કોઈ સકારાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો. પરિવાર સાથે સમય વિતાવવો, સંગીત સાંભળવું, યોગ કરવા અને હકારાત્મક વિચારસરણી અપનાવવાથી જીવન સ્વસ્થ અને ખુશહાલ બને છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.