Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : This simple habit of Japanese people is useful for Indians too

Health News : લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય: જાપાનીઝ લોકોની આ સરળ આદત ભારતીયો માટે પણ છે ઉપયોગી

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Health News : લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય: જાપાનીઝ લોકોની આ સરળ આદત ભારતીયો માટે પણ છે ઉપયોગી
સોર્સ : gstv

દુનિયાના સૌથી સ્વસ્થ દેશોની વાત કરવામાં આવે ત્યારે જાપાનનું નામ અવારનવાર સૌથી ઉપર આવે છે. ત્યાંના લોકો માત્ર લાંબુ આયુષ્ય જ નથી જીવતા, પરંતુ મોટી ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ અને ફિટ રહે છે. આની પાછળ કોઈ જાદુઈ ડાયટ કે અઘરી કસરત નથી, પરંતુ તેની રોજિંદી કેટલીક સરળ આદતો છે. આમાંની એક આદત છે દિવસભર વધુમાં વધુ પગપાળા ચાલવું અને નાના-નાના કાર્યો માટે પણ શરીરને સક્રિય રાખવું.

App Store

જાપાનમાં ઘણા લોકો ટૂંકું અંતર કાપવા માટે ગાડીનો ઉપયોગ કરવાને બદલે પગપાળા ચાલવાનું પસંદ કરે છે. ઘણા લોકો ટ્રેન કે બસનો ઉપયોગ કરે છે, પરંતુ સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી ઘર કે ઓફિસ જવા માટે પગપાળા ચાલે છે. આ કારણે તેમના દિવસનો એક મોટો હિસ્સો કોઈ ખાસ પ્રયાસ વિના જ શારીરિક પ્રવૃત્તિમાં પસાર થઈ જાય છે.

કલાકો સુધી બેસી રહેવાની આદત નહીં

આજકાલ ઘણા લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે જેમાં લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે. જાપાનમાં લોકો પ્રયત્ન કરે છે કે વચ્ચે-વચ્ચે ઊભા થઈને થોડું ચાલે અથવા શરીરને સ્ટ્રેચ કરે. આનાથી શરીરમાં અકડામણ ઓછી થાય છે અને ઊર્જા જળવાઈ રહે છે.

ફિટનેસને નહીં, એક્ટિવ રહેવાને આપે છે મહત્વ

જાપાનમાં દરેક વ્યક્તિ જીમમાં નથી જતી, પરંતુ મોટાભાગના લોકો આખો દિવસ સક્રિય રહેવાનો પ્રયત્ન કરે છે. તેઓ સીડીઓનો ઉપયોગ કરે છે, પગપાળા બજાર જાય છે અને રોજિંદા કામ જાતે કરે છે. આ જ નાની-નાની પ્રવૃત્તિઓ તેમના શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે.

શું ખાય છે જાપાનના લોકો?

જાપાનના લોકોની ફિટનેસનું એક મોટું રહસ્ય તેમનો સંતુલિત અને સાદગીભર્યો ખોરાક માનવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે તાજા શાકભાજી, માછલી, ભાત, સોયાબીનમાંથી બનેલી વસ્તુઓ, ફળો અને હળવા સૂપનું સેવન કરે છે. તેમના ખોરાકમાં તળેલું-શેકેલું અને અતિશય પ્રોસેસ્ડ ફૂડ ઓછું હોય છે. આ ઉપરાંત તેઓ ખોરાકની માત્રા પર પણ ધ્યાન આપે છે અને જરૂરિયાત કરતાં વધુ ખાવાથી બચે છે. આ જ કારણ છે કે જાપાની ખાનપાનને દુનિયાના સૌથી હેલ્ધી ડાયટમાં ગણવામાં આવે છે.

ભારતીયો પણ અપનાવી શકે છે આ આદત

ભારતમાં પણ આ આદતને સરળતાથી અપનાવી શકાય છે. જેમ કે લિફ્ટના બદલે સીડીઓનો ઉપયોગ કરવો, નજીકની દુકાને પગપાળા જવું, ફોન પર વાત કરતી વખતે ટહેલવું અથવા દર કલાકે થોડી મિનિટો ચાલવું. આ નાના બદલાવ લાંબા ગાળે શરીર પર મોટો સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

શા માટે આ આદત ફાયદાકારક છે?

નિયમિત રીતે ચાલવા-ફરવાથી કેલરી બર્ન થાય છે, શરીરમાં બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સારું રહે છે અને આળસ ઓછી અનુભવાય છે. આ ઉપરાંત આ આદત વજનને નિયંત્રણમાં રાખવા, સ્નાયુઓને સક્રિય રાખવા અને માનસિક તાજગી જાળવી રાખવામાં પણ મદદ કરી શકે છે.

નોંંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

 

ટોપિક્સ:health news todaygstv