Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These 10 mistakes made unintentionally will lead to big trouble

VIDEO : Health News/ અજાણતામાં થતી આ 10 ભૂલો બનશે મોટી આફત, આજે જ છોડી દો આ આદતો

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અજાણતામાં લોકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે જેની સીધી નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડૉક્ટરે એવી 10 આદતો વિશે જણાવ્યું છે જે તમારે આજે જ છોડી દેવી જોઈએ. સ્વાસ્થ્ય બગાડવા માટે માત્ર ખોટો ખોરાક જ જવાબદાર નથી હોતો, પરંતુ તમારી કેટલીક આદતો પણ તેને નુકસાન પહોંચાડી શકે છે. અહીં એવી આદતો વિશે જણાવશું, જે સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરે છે. આ આદતો વિશે ડૉ માહિતી શેર કરી છે.

App Store

1. પેશાબ રોકી રાખવો

જે પેશાબ લાંબા સમય સુધી તમારા બ્લેડર (મૂત્રાશય)માં જમા રહે છે, તે બેક્ટેરિયાના વધવા માટેની જગ્યા બની જાય છે. આના કારણે યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) અને બ્લેડરને લગતી અન્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

2. મોં ખુલ્લું રાખીને સૂવું

મોંથી શ્વાસ લેવાને કારણે ઊંઘની ગુણવત્તા બગડી શકે છે, મોં સુકાઈ શકે છે અને નસકોરાં આવી શકે છે. સતત નસકોરાં આવવા એ હાઈ બ્લડ પ્રેશર સાથે જોડાયેલું હોઈ શકે છે.

3. ખોટી સ્થિતિમાં લાંબા સમય સુધી બેસવું

કલાકો સુધી ઝૂકીને બેસવાથી તમારી પીઠ અને ગરદન પર દબાણ આવે છે, જેનાથી દુખાવો, જકડાઈ જવું અને ભવિષ્યમાં કરોડરજ્જુ (સ્પાઈન) ને લગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

4. ટોઇલેટ સીટ પર બહુ લાંબો સમય બેસી રહેવું

ઘણા લોકો ટોઇલેટમાં કલાકો વિતાવી દે છે (મોબાઈલ વગેરેના કારણે). જ્યારે ત્યાં બહુ વધારે સમય બેસી રહેવાથી તે ભાગની નસો પર વધારાનું દબાણ આવે છે, જેના કારણે હરસ-મસા (પાઈલ્સ)ની સમસ્યા થઈ શકે છે.

5. વારંવાર પોતાના ચહેરાને અડવું

દિવસભર આપણા હાથમાં અનેક બેક્ટેરિયા જમા થતા રહે છે અને ચહેરાને વારંવાર અડવાથી તે બેક્ટેરિયા ચહેરા પર ફેલાય છે, જેનાથી ત્વચામાં બળતરા અને ખીલ થઈ શકે છે.

6. કલાકો સુધી ટાઈટ હેડફોન પહેરી રાખવા

ટાઈટ હેડફોન તમારા કાનમાં ગરમી અને પરસેવો રોકી રાખે છે, જેના કારણે કાનની આસપાસની ત્વચામાં બળતરા અને ઇન્ફેક્શન થઈ શકે છે.

7. ખૂબ ઝડપથી ખોરાક ખાવો

ખૂબ જ ઝડપથી ખાવાને કારણે તમે જરૂરત કરતાં વધારે ખાઈ શકો છો અને પેટ ફૂલી ગયું હોય તેવું લાગી શકે છે, કારણ કે તમારા મગજને એ સમજવાનો સમય જ નથી મળતો કે તમારું પેટ ભરાઈ ગયું છે.

8. નખની આસપાસની ત્વચા (ચામડી) ને ઉખાડવી

આંગળીઓ કે નખની આસપાસની ચામડીને વારંવાર ઉખાડવાથી ત્વચામાં નાના-નાના છિદ્રો પડી શકે છે, જેમાંથી બેક્ટેરિયા અંદર પ્રવેશી શકે છે. આના કારણે ક્યારેક 'પેરોનીકિયા' (Paronychia) જેવું ગંભીર ઇન્ફેક્શન થઈ શકે છે.

9. ખૂબ ગરમ પાણીથી નહાવું

વધારે પડતું ગરમ પાણી તમારી ત્વચાના કુદરતી રક્ષણાત્મક તેલને (મોઇશ્ચર) દૂર કરી દે છે, જેનાથી ત્વચામાં સુકાપણું (ડ્રાયનેસ), બળતરા અને ક્યારેક ખંજવાળ આવવાની સમસ્યા થાય છે.

10. ઈયર બડ્સ (Q-tips)થી કાન સાફ કરવા

કાન પોતાની મેળે જ સાફ થતા રહે છે અને તેમાં જમા થતો મેલ પણ આપોઆપ બહાર નીકળી જાય છે. તેમ છતાં કેટલાક લોકો ઈયર બડ્સથી કાન સાફ કરે છે, જેના કારણે કાનનો મેલ નળીમાં વધુ અંદર તરફ ધકેલાય છે. આનાથી કાનના પડદામાં બળતરા થઈ શકે છે અથવા તેને નુકસાન પહોંચી શકે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.