Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : The new variant of Covid is spreading very quickly among people, keep these things in mind to be careful!

VIDEO: Health/ કોવિડનો નવો વેરિઅન્ટ ખૂબ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે, સાવચેતી માટે આ બાબતોનું રાખો ધ્યાન!

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સિકાડા (Cicada) નામના કોવિડનો નવો વેરિઅન્ટ ૨૦થી વધુ દેશોમાં જોવા મળી રહ્યો છે. તે ઓમિક્રોન ફેમિલીમાંથી આવે છે અને તેનું નામ BA.3.2 છે. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, પરંતુ એક ડોક્ટર તરીકે હું આનાથી ગભરાવાની જરૂર નથી માનતો. કારણ કે શરૂઆતના કેસોમાં ગંભીરતા જોવા મળી નથી અને તેની સામે રસી (Vaccine) અસરકારક છે. જોકે, તમારા દ્વારા સાવચેતી અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

App Store

શું છે Cicada BA.3.2 વેરિઅન્ટ?

BA.3.2ને જૂના ઓમિક્રોન સબ-વેરિઅન્ટનો વંશજ માનવામાં આવે છે, જેમાં કુદરતી રીતે કેટલાક મ્યુટેશન (પરિવર્તન) થયા છે. અગાઉના વેરિઅન્ટ્સની જેમ જ આના સ્પાઈક પ્રોટીનમાં પણ થોડો ફેરફાર આવ્યો છે. સ્પાઈક પ્રોટીન વાયરસનો એ ભાગ છે જે તેને માણસોના કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે. આ મ્યુટેશનને કારણે આ વાયરસ વધુ ચેપી જોવા મળી રહ્યો છે અને તે અગાઉના સંક્રમણ સામે બનેલી ઇમ્યુનિટી અથવા વેક્સિનને છેતરીને શિકાર બનાવવામાં સક્ષમ માનવામાં આવે છે. અત્યાર સુધી વૈશ્વિક સ્તરે તેને ખતરનાક કે ચિંતાનો વિષય માનવામાં આવ્યો નથી, જોકે તેના પર સતત નજર રાખવાની જરૂર છે.

અગાઉના વેરિઅન્ટથી સિકાડા કેટલો અલગ છે?

BA.1 અથવા BA.5 જેવા ઓમિક્રોનના પાછલા સ્ટ્રેનની સરખામણીમાં BA.3.2માં ફેલાવાની ક્ષમતા થોડી વધારે છે. ખાસ કરીને ગીચ વસ્તી અને નબળી રોગપ્રતિકારક શક્તિ (Immunity) ધરાવતા વિસ્તારોમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. શરૂઆતી તપાસમાં જોવા મળ્યું છે કે આ વેરિઅન્ટ અગાઉની ઇમ્યુનિટીને થાપ આપીને વેક્સિન લઈ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ આ વાતના કોઈ પુરાવા નથી કે તે ઓમિક્રોનના અગાઉના વેરિઅન્ટ કરતા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

પરંતુ બેદરકારી રાખવાની ભૂલ ન કરો

ચોક્કસપણે કોવિડના નવા વેરિઅન્ટની ગંભીરતા ઓછી હોઈ શકે છે, પરંતુ સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધવાથી હેલ્થકેર સિસ્ટમ પર બોજ પડી શકે છે. ખાસ કરીને જે લોકો પહેલાથી જ કોઈ ગંભીર બીમારી અથવા નબળી ઇમ્યુનિટીથી ઝઝૂમી રહ્યા છે, તેમના માટે સ્થિતિ ખરાબ થઈ શકે છે. સાથે જ સંક્રમણની વારંવાર આવતી લહેર સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે.

શું સિકાડાના લક્ષણો અલગ છે?

અત્યાર સુધી BA.3.2ના લક્ષણો પાછલા સ્ટ્રેન જેવા જ જોવા મળ્યા છે. આ સંક્રમણમાં દર્દીને તાવ, ગળામાં સોજો, થાક, ઉધરસ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો થઈ શકે છે. કેટલાક લોકોને નાક વહેવું, શ્વાસ લેવામાં હળવી તકલીફ અથવા પેટની સમસ્યા પણ થઈ શકે છે. જોકે, તેના નવા કે સાવ અલગ લક્ષણો વિશે અત્યાર સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

કેવી રીતે કરશો BA.3.2થી બચાવ?

નવા વેરિઅન્ટ આવવા છતાં બચાવના રસ્તાઓ પહેલા જેવા જ છે. સૌથી મજબૂત અને પ્રથમ સુરક્ષા કવચ તમારી રસીકરણ (Vaccination) છે. જૂની વેક્સિન જ આ નવા વેરિઅન્ટ સામે પૂરતું રક્ષણ પૂરું પાડી રહી છે. 'હાઈ રિસ્ક ગ્રુપ' ના લોકો માટે બૂસ્ટર ડોઝ જરૂરી હોઈ શકે છે, જેથી ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ન આવે. આ સાથે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, હાથની સફાઈનું ધ્યાન રાખવું અને સંક્રમિત દર્દીઓથી થોડું અંતર જાળવવું જેવી સરળ સાવચેતીઓ પણ રાખો.