Health News : લાઈફસ્ટાઈલમાં નાનું પરિવર્તન, હૃદયને મોટું રક્ષણ: હાર્ટ એટેકના ખતરાને દૂર રાખવા માટે આજથી જ શરૂ કરો આ સરળ આદતો

આધુનિક જીવનશૈલીમાં કામનો દબાણ અને ઊંઘની ઉણપ હૃદયના આરોગ્ય પર અત્યંત ગંભીર અસર કરે છે. જેના લીધે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. હાર્ટ એટેકથી બચવા અને હૃદયને સુરક્ષિત રાખવા માટે કેટલીક સરળ આદતો અપનાવવાની જરૂર છે. હૃદયરોગના નિષ્ણાતે હૃદયને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ આપી છે. સવારથી રાત સુધી હૃદયને કેવી રીતે સુરક્ષિત રાખવું? કઈ કઈ સરળ ટેવ અપનાવવી જોઈએ તે વિશે અહીં વિતગવાર જાણો...
હૃદય આરોગ્ય માટે સવારે શું કરવું
ડૉ.ના જણાવ્યા મુજબ, સવારે ઊઠ્યા પછી તરત ફોન જોવા કરતાં સૌથી પહેલા સૂર્યનો કુદરતી તડકો જોવો વધુ મહત્વપૂર્ણ છે. તમારા ફોનની માહિતી તમારા મગજ સુધી પહોંચે, એ પહેલાં સૂર્યના કિરણો તમારી આંખ સુધી પહોંચવા દો. સવારે બહાર થોડું ચાલવું શરીર અને મનને જાગૃત કરે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું સાબિત થાય છે.
પ્રોટીનવાળો નાસ્તો
કોફી પીવા પહેલાં વધુ પ્રોટીનવાળો નાસ્તો લો. જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને નર્વસ સિસ્ટમ પણ એક્ટિવ રહે છે. ભોજન પછી થોડું ચાલો. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું હાનિકારક ટેવ છે. ભોજન પછી ઓછામાં ઓછા 10 મિનિટ ચાલવાથી ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
ડો.ના મતે, બપોરે લંચમાં પ્રોટીન, ફાઈબર, શાકભાજી અને હેલ્ધી ફેટ્સ વધુ હોવું જોઈએ. સાંજે અને રાત્રે આરામને મહત્વ આપો. સાંજે વધુ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, સામાન્ય ચાલવું પણ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલાં લાઈટ બંધ કરો અને રૂમ અંધારું રાખો. સૂતા પહેલાં ફોન વાપરવું મગજ પર દબાણ વધારતું હોય છે. ઊંઘ માત્ર આરામ નથી, એ હૃદય માટે દવા છે.
શરીરને જરૂરી આરામ આપો અને સારી ઊંઘ લો
હૃદયના આરોગ્ય માટે રોજિંદા જીવનમાં આ વાતોને અપનાવવી જરૂરી છે, ખાલી એક દિવસ તેનું પાલન કરો એ પૂરતું નથી. રોજના નાના કામો પણ મોટો સ્વાસ્થ્ય માટે મોટા ફેરફાર લાવી શકે છે.

