health Tips : મૂડ વારંવાર ખરાબ રહે છે અને ઊંઘ પણ નથી આવતી? તો શરીરમાં હોય શકે છે આ વિટામિનની ઉણપ!

આપણે ત્યાં એક કહેવત છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા' મતલબ કે, પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો. શરીર સારું હશે અને નિરોગી હશો તો તમે કોઈ પણ કામ સારી રીતે કરી શકશો. જો કે, આજના સમયમાં લોકો આ વાતથી અજાણ છે એવું તો બિલકુલ નથી. પરંતુ લોકોની જે ભાગદોડવાળી લાઇફસ્ટાઇલ અને ડાયટ બગડી ગયું છે તેના કારણે બીમારીઓ સામે ચાલીને આવી રહી છે. જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને અનેક આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો સવારે સૂર્યપ્રકાશ લેતા હતા, પરંતુ હવે લોકો પાસે ઓફિસ અને ઘરથી બહાર નીકળવાનો સમય જ નથી. આના કારણે પણ આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને માને છે કે શરીરનું સંતુલન ત્યારે જ જળવાય છે, જ્યારે તેમાં સૂર્યની ઊર્જા યોગ્ય માત્રામાં પહોંચે. જે માટે આપણા શરીરને સૌથી વધારે જરૂરી છે Vitamin D. Vitamin Dથી આપણું બોડી સૂર્યપ્રકાશ મેળવે છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે, ભારતમાં મોટી સંખ્યામાં લોકો Vitamin Dની ઉણપથી પીડાઈ રહ્યા છે. જ્યારે શરીરમાં Vitamin Dની ઉણપ થાય છે, ત્યારે માત્ર હાડકાં જ નહીં, પરંતુ મેટાબોલિઝમ પણ પ્રભાવિત થાય છે. આ ઉણપ ધીમે-ધીમે વજન વધવા, થાક, ઊંઘમાં ઉણપ અને વારંવાર ખાવાની ઇચ્છા જેવી સમસ્યાઓનું કારણ બની જાય છે. Vitamin D શરીરમાં સેરોટોનિન નામના હોર્મોનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સેરોટોનિન આપણા મૂડ અને ભૂખ બંને પર અસર કરે છે. જ્યારે તેની માત્રા ઘટે છે, ત્યારે ઊંઘ સારી રીતે નથી આવતી, મૂડ વારંવાર બદલાય છે અને વ્યક્તિ જરૂરથી વધુ ખાવા લાગે છે.
શરીરમાં જમા થઈને વજન વધારે છે
આ જ ઓવરઈટિંગ ધીમે-ધીમે વજન વધવાનું કારણ બને છે. Vitamin Dની ઉણપથી ઇન્સુલિનનું સંતુલન બગડી શકે છે, જેના કારણે શરીરમાં ફેટ જમા થવા લાગે છે અને વજન ઘટાડવું વધુ મુશ્કેલ બની જાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી હોય છે, ત્યારે ટૉક્સિક તત્વો બને છે, જે શરીરમાં જમા થઈને વજન વધારે છે અને આળસ વધારતા હોય છે. સૂર્યની હળવી કિરણો માત્ર Vitamin D જ નહીં, પરંતુ માનસિક સ્ફૂર્તિ પણ આપે છે.
Vitamin Dના ઉણપના લક્ષણો
જો શરીરમાં Vitamin Dની ઉણપ વધે, તો તેના લક્ષણો ધીમે-ધીમે સામે આવે છે. સતત થાક લાગવો, હાડકાં અને મસલ્સમાં દુખાવો રહેવો, વાળ ખરવા અથવા વારંવાર મૂડ બદલાવા, આ બધા સંકેતો હોઈ શકે છે કે શરીરમાં Vitamin Dની ઉણપ છે. ઘણી વખત લોકો આ લક્ષણોને અવગણતા હોય છે અને માને છે કે આ માત્ર તણાવ અથવા ઊંઘ નથી થતી તેના કારણે છે, જ્યારે સાચું કારણ Vitamin Dની ઉણપ હોઈ શકે છે.
Vitamin Dનો સ્તોત્ર
જો તમે Vitamin Dની ઉણપથી પીડાઈ રહ્યા છો, તો આથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય અપનાવી શકો છો. રોજ તડકામાં 20-30 મિનિટ રહેવું Vitamin D મેળવવાનો સૌથી સરળ ઉપાય છે. શરીરને આ Vitamin બનાવવા માટે યોગ્ય ખોરાકની પણ જરૂર હોય છે. ફોર્ટિફાઈડ સંતરાનો રસ અને ઓટ્સ જેવા અનાજ પણ Vitamin Dના સારા સ્ત્રોત છે. આયુર્વેદમાં આ સાથે તલનું તેલ, આમળા અને અશ્વગંધા જેવા ઔષધિય પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો ખોરાકથી આ Vitaminની ઉણપ પૂરી ન થઈ રહી હોય, તો ડૉક્ટરની સલાહ પર Vitamin D સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે.

