Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These symptoms are seen when thyroid is affected.

health Tips : થાઇરોઇડ થવા પર જોવા મળે છે આ લક્ષણો, સમય પહેલા ચેતી જજો નહીં તો...

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
health Tips : થાઇરોઇડ થવા પર જોવા મળે છે આ લક્ષણો, સમય પહેલા ચેતી જજો નહીં તો...
સોર્સ : Gstv

થાઇરોઇડ ગ્રંથિ પતંગિયા આકારની નાની ગ્રંથિ હોય છે જે ગળાની નીચે સ્થિત હોય છે. આ શરીરની એન્ડોક્રિન સિસ્ટમનો મહત્વનો હિસ્સો છે અને T3 તેમજ T4 હોર્મોન બનાવે છે, જે મેટાબોલિઝમ એટલે કે શરીરની ઊર્જા પ્રણાલીને નિયંત્રિત કરે છે. આ ગ્રંથિ પ્રોપર રીતે કામ ન કરે તો થાઇરોઇડ ઇમબેલેન્સ થઈ જાય છે એટલે કે હોર્મોન જરૂરિયાત કરતા વધારે બનવા લાગે છે. આ અસંતુલનની અસર પૂરાં શરીર પર જોવા મળે છે. આ માટે શરૂઆતી સંકેત ઓળખવા ખૂબ જરૂરી છે.

App Store

થાઇરોઇડ અસંતુલનના લક્ષણો

આખો દિવસ આરામ કર્યા પછી પણ તમારું શરીર થાકેલું રહે છે તો આ હાઇપોથાઇરોડિઝ્મનો સંકેત હોઈ શકે છે. થાઇરોઇડ હોર્મોનની કમીથી શરીરની ઊર્જા ઘટી જાય છે જેના કારણે શરીરમાં નબળાઈ લાગે છે.
થાઇરોઇડ અસંતુલનમાં ત્વચાની કોશિકાઓ પણ પ્રભાવિત થાય છે. ક્યારેક ત્વચા જરૂરિયાત કરતા વધારે ડ્રાય થઈ જાય છે. આ સાથે ક્યારેક પરસેવો વધારે આવે છે. આ ચેન્જિસ એ વાતનો સંકેત આપે છે કે હોર્મોનનું સ્તર બગડી રહ્યું છે.

થાઇરોઇડ હોર્મોનની ગડબડીને કારણે વાળ પાતળા થવા લાગે છે. આ કારણે ઘણાં લોકોને હેર ફોલ, હેર ગ્રોથ અટકી જવા જેવી સમસ્યા થાય છે.
હાઇપોથાઇરોડિઝ્મનાં કેસમાં આંખોનો ઉપરનો ભાગ સોજી ગયેલો દેખાઈ શકે છે. આ થાઇરોઇડ સંબંધિત ગ્રેવ્સ ડિસીઝનું લક્ષણ હોઈ શકે છે.
થાઇરોઇડ અસંતુલનને કારણે ઊંઘની ક્વોલિટી પ્રભાવિત થાય છે. રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી, ઊંઘતી વખતે પરસેવો થવો તેમજ વધારે ઊંઘ આવવી પણ એક સંકેત હોઈ શકે છે.
કોઈપણ કારણ વગર વજન વધવું તેમજ ઘટવું એ એક થાઇરોઇડનું પ્રમુખ સંકેત છે. હાઇપોથાઇરોડિઝ્મનાં કારણે વજન ઝડપથી વધી શકે છે.

થાઇરોઇડ કંટ્રોલમાં કેવી રીતે કરશો?

થાઇરોઇડ કંટ્રોલમાં કરવા માટે તમે હોર્મોન ટેસ્ટ તેમજ નિયમિત દવા લો. આ સાથે તમે આયોડીનથી ભરપૂર ખાદ્ય પદાર્થ ડાયટમાં શામેલ કરો. ફ્રૂટ, શાકભાજી અને પર્યાપ્ત પાણી પીઓ. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોક તેમજ યોગ કરો.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.