Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Why do women have frequent miscarriages?

health Tips : મહિલાઓને વારંવાર મિસકેરેજ કેમ થાય છે? 

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
health Tips : મહિલાઓને વારંવાર મિસકેરેજ કેમ થાય છે? 
સોર્સ : gstv

સામાન્ય રીતે મહિલાઓને એક વખત મિસકેરેજ (ગર્ભપાત) થાય છે, પરંતુ જો કોઈ મહિલાને વારંવાર મિસકેરેજ થાય છે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. ડોક્ટરના મતે, મિસકેરેજના અનેક કારણો હોય શકે છે. જેમ કે કેટલીક મહિલાઓમાં પ્રોજેસ્ટેરોન કે ઇન્સ્યુલિન જેવા હોર્મોનમાં ગડબડ થવાથી મિસકેરેજ થાય છે. કેટલીક વખત મહિલા કે પુરુષમાં ક્રોમોસોમમાં દોષ હોવાથી ભ્રૂણનો વિકાસ થતો નથી. યુરિનરી ટ્રૈક કે રિપ્રોડક્ટિવ ટ્રૈક ઈન્ફેક્શન પણ મિસકેરેજનું જોખમ વધે છે. તમને કદાચ ખબર પણ નહીં હોય કે તમારું મિસકેરેજ થઈ રહ્યું છે. મિસકેરેજ થાય ત્યારે સ્ત્રીઓમાં આ સૌથી સામાન્ય લક્ષણો જોવા મળે છે.

App Store

પ્રેગ્નન્સીના 13 અઠવાડિયા સુધી 50 ટકા મિસકેરેજ થવાનું કારણ ગુણસુત્ર સંબંધી અસામાન્યતાઓ હોય છે. ગુણસુત્ર તમારા શરીરની કોશિકાઓની અંદર રહેલી નાની સંરચનાઓ હોય છે. જે તમારા જીનને ધારણ કરે છે. જીનમાંઆનુવંશિક અસામાન્યતાઓ પણ મિસકેરેજનું કારણ બની શકે છે. ઘણી સ્ત્રીઓ મિસકેરેજ પછી આ લક્ષણોનો અનુભવ કરે છે.

ડૉક્ટરના મતે, ઘણા રિપોર્ટ દર્શાવે છે કે 20 વર્ષની વયની સ્ત્રીઓમાં મિસકેરેજનું જોખમ 12% થી 15% હોય છે, અને 40 વર્ષની ઉંમર સુધીમાં આ જોખમ લગભગ 25% સુધી વધી જાય છે. જો તમારી પાસે પહેલાથી જ મિસકેરેજ થઈ ગયો હોય, તો બીજી કસુવાવડ થવાની શક્યતા 25% છે.

હવે આપણે મિસકેરેજના લક્ષણો જોઈએ તો. વધારે બ્લીડિંગ, ખેંચાણ અને પેટમાં દુખાવો,પીઠનો દુખાવો, જે હળવાથી ગંભીર સુધીનો હોઈ શકે છે,નાના લોહીના ગંઠાવા સાથે બ્લીડિંગ થવું.

મિસેકેરેજથી બચવાના અનેક ઉપાયો છે. જેમ કે, પ્રેગ્નન્સી પહેલા શરીરના રિપોર્ટ કરાવો. જેમ કે, થાયરોડ, શુગર ,હોર્મોન, ઈન્ફેક્શન ટેસ્ટ જરુર કરાવો. ફોલિક એસિડ, આયરન અને વિટામિન ડી જરુર માત્રામાં લો, તેમજ સ્ટ્રેસ ઓછો લો, ધ્રૂમપ્રાન, દારુ કે કેફિન દ્વવ્યોથી દુર રહો.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.