Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Home remedies to strengthen bones

VIDEO : દવા વગર સાંધાના દુખાવામાં મળશે રાહત: જાણો હાડકાંને મજબૂત કરવાના ઘરેલું ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજકાલ હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને બાઈક ચલાવવાથી, લાંબો સમય બેસીને કામ કરવાથી અને અનિયમિત જીવનશૈલીને કારણે લોકો બેક પેન (કમરનો દુખાવો) અને જોઈન્ટ પેનથી પરેશાન છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા માત્ર ઉંમર વધવાને કારણે નથી, પરંતુ શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને લાઈફસ્ટાઈલને કારણે પણ વધી રહી છે. ડોક્ટરો મુજબ, તમે દવા વગર પણ રાહત મેળવી શકો છો.

App Store

પોષક તત્વોની ઉણપ છે મુખ્ય કારણ

ડો.એ જણાવ્યું કે, આજકાલ દર્દીઓમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસની ઉણપ વધુ જોવા મળી રહી છે. આ તત્વો ઘટવાથી હાડકાં નબળા પડે છે અને સાંધામાં દુખાવો શરૂ થાય છે. તેમણે કહ્યું કે ખાનપાનમાં સુધારો કરીને આ સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. ખાસ કરીને કળથીની દાળ (Horse Gram) કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આનો ઉપયોગ સામાન્ય દાળની જેમ જ કરી શકાય છે.

કસરત અને દિનચર્યા છે ખૂબ જરૂરી

ડોક્ટરના જણાવ્યા મુજબ માત્ર ખાનપાન જ નહીં, પણ નિયમિત કસરત પણ ખૂબ જરૂરી છે. હળવું સ્ટ્રેચિંગ, વૉકિંગ અને શરીરને એક્ટિવ રાખવાથી સાંધાની જકડન ઓછી થાય છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાનું ટાળવું જોઈએ. સાથે જ શરીરનું વજન સંતુલિત રાખવું પણ જરૂરી છે, કારણ કે વજન વધવાથી ઘૂંટણ અને કમર પર દબાણ વધે છે.

પાણી અને સંતુલિત આહાર પર ધ્યાન આપો

ડો.એ જણાવ્યું કે શરીરમાં પાણીની ઉણપ પણ હાડકાં અને સાંધાના દુખાવાને વધારી શકે છે. તેથી આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સાથે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ખોરાક, લીલા શાકભાજી અને દાળને નિયમિત ડાયટમાં સામેલ કરવા જોઈએ.

નોંધ: તમને જાગૃત કરવાના હેતુથી આર્ટિકલ લખવામાં આવ્યો છે.