Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Anxiety attacks can become serious news

VIDEO : એન્ગ્ઝાયટી એટેક ગંભીર રૂપ ધારણ કરી શકે છે, આ 5 સરળ રીતોથી મેળવો તાત્કાલિક આરામ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝડપથી બદલાતી લાઈફસ્ટાઈલને કારણે લોકો આજકાલ અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. એન્ગ્ઝાયટી (ચિંતા) એ પણ આવી જ એક માનસિક સમસ્યા છે. આ એક સામાન્ય મનોવૈજ્ઞાનિક વિકાર છે જે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પ્રત્યેની પ્રતિક્રિયા છે. પરંતુ જ્યારે તે વધી જાય છે, ત્યારે તે ગભરામણ અને એટેકનું રૂપ લઈ શકે છે.

App Store

સ્નાયુઓમાં ખેંચાણ, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ અને એકલતા અનુભવવી એ તેના મુખ્ય લક્ષણો છે. એન્ગ્ઝાયટી એટેકથી બચવા માટે નીચેની ટિપ્સ મદદરૂપ થશે:

1. બ્રીધિંગ એક્સરસાઇઝ (શ્વાસોશ્વાસની કસરત) કરો

એટેક દરમિયાન મગજ અને શરીરને શાંત કરવા માટે ઊંડા શ્વાસ લેવા એ સૌથી અસરકારક રીત છે. નાક દ્વારા ધીમેથી શ્વાસ લો, થોડી સેકન્ડ રોકો અને પછી મોં દ્વારા શ્વાસ બહાર કાઢો.

2. લક્ષણોને ઓળખો

એન્ગ્ઝાયટી એટેક સામે લડવા માટે તેના લક્ષણો ઓળખવા જરૂરી છે. હૃદયના ધબકારા વધવા, પરસેવો થવો, ધ્રુજારી અને નિયંત્રણ ગુમાવવાનો ડર લાગવો એ તેના સંકેતો છે.

3. નકારાત્મક વિચારો દૂર કરો

એટેક સમયે મનમાં નકારાત્મક અને અતાર્કિક વિચારો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરો. સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા તમને ગમતું કામ કરો.

4. રિલેક્સેશન એક્ટિવિટી કરો

ગરમ પાણીથી સ્નાન કરવું, યોગાભ્યાસ, શાંત સંગીત સાંભળવું કે પુસ્તક વાંચવું જેવી પ્રવૃત્તિઓ મનને શાંત કરવામાં મદદ કરે છે. વર્કઆઉટ કે ડાન્સ કરવાથી પણ એટેકની તીવ્રતા ઘટાડી શકાય છે.

5. બીજાની મદદ માંગો

ક્યારેય મદદ માંગવામાં સંકોચ ન અનુભવો. જ્યારે તમને એવું લાગે કે સ્થિતિ કાબૂ બહાર છે, ત્યારે તરત જ તમારા વિશ્વાસુ મિત્ર, પરિવારના સભ્ય અથવા મેન્ટલ હેલ્થ એક્સપર્ટનો સંપર્ક કરો.

નોંધ : તમને જાગૃત કરવાના હેતુથી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે.