Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Health: Beware! These 3 things are more dangerous to health than alcohol

Health: સાવધાન! સ્વાસ્થ્ય માટે દારૂ કરતા પણ વધુ ખતરનાક છે આ 3 વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Health: સાવધાન! સ્વાસ્થ્ય માટે દારૂ કરતા પણ વધુ ખતરનાક છે આ 3 વસ્તુઓ
સોર્સ : GSTV

દારૂને સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે, પરંતુ એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે વિચાર્યા વગર હેલ્ધી માનીને ખાઈ રહ્યા છીએ. જ્યારે આ વસ્તુઓ દારૂ કરતા પણ વધુ ખતરનાક છે.

App Store

દારૂ કરતા પણ વધુ ખતરનાક ખોરાક

આજકાલ ખાવા-પીવામાં જેટલી ભેળસેળ થઈ રહી છે, તેટલી કદાચ બીજી કોઈ વસ્તુમાં નથી થઈ રહી. ભારતમાં ભેળસેળ અને નકલી વસ્તુઓનો વેપાર ખૂબ ફૂલીફાલી રહ્યો છે. જોકે, મોટી સંખ્યામાં લોકો ખાદ્યપદાર્થોથી થતા નુકસાનથી અજાણ છે. દારૂ અને સિગારેટ જેવી વસ્તુઓને લોકો હાનિકારક માને છે, જ્યારે તમારા રોજિંદા ખોરાકમાં એવી ઘણી વસ્તુઓ સામેલ છે જે દારૂ કરતા પણ વધુ નુકસાનકારક છે. ડોક્ટરો તેને સ્વાસ્થ્ય માટે 'ધીમું ઝેર' માને છે. આ વસ્તુઓ ખાવી તો દૂર, તેને ઘરમાં લાવવી પણ જોઈએ નહીં.

આ હાનિકારક વસ્તુઓમાં 'સફેદ વસ્તુઓ'નો સમાવેશ કરે છે. એક અહેવાલ અનુસાર, ખાસ કરીને ખાંડ સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. ખાંડ શરીરમાં ભળી જાય છે અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે. વધુ ખાંડ ખાવાથી ફેટી લિવર, હાર્ટ અટેક અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. કેટલાક લોકો સીધી રીતે ખાંડ નથી ખાતા, પરંતુ અજાણતામાં ઘણી બધી મીઠી અને ખાંડથી ભરપૂર વસ્તુઓ ખાવા લાગે છે.

દારૂ કરતા પણ વધુ ખતરનાક છે આ 3 વસ્તુઓ

ટોમેટો સોસ: 

મોટાભાગના ઘરોમાં લોકો ભજીયા, સમોસા અને પરાઠા સાથે સોસ ખાવાનું પસંદ કરે છે. સોસ ખાતી વખતે લોકોને ખ્યાલ પણ નથી આવતો કે તેમના શરીરમાં ખાંડ અને હાનિકારક રંગો જઈ રહ્યા છે. જો તમે ૧ ચમચી સોસ ખાઓ છો, તો સમજી લો કે શરીરમાં ૧ ચમચી ખાંડ જઈ રહી છે. બાળકોને દરેક વસ્તુ સાથે જે સોસ ખવડાવવામાં આવે છે તે માત્ર ખાંડ જ છે, બીજું કંઈ નહીં.

કોલ્ડ ડ્રિંક્સ અને સોડા: 

ઉનાળો આવતા જ લોકો કોલ્ડ ડ્રિંક્સ અને કોલાનું સેવન શરૂ કરી દે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો 'સુગર ફ્રી' અને 'ડાયટ ડ્રિંક' લે છે, પરંતુ આ માત્ર કહેવાની વાતો છે. તમામ સોફ્ટ ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ ભરપૂર હોય છે, જેનાથી ઈન્સ્યુલિન ઝડપથી વધે છે. જો તમે બજારમાં મળતા જ્યુસને હેલ્ધી સમજીને પી રહ્યા છો, તો જાણી લો કે તે પણ હાનિકારક છે. જ્યુસ ફ્રુક્ટોઝથી ભરપૂર હોય છે જે ઝડપથી સુગર લેવલ વધારે છે.

 ફ્લેવર્ડ દહીં: 

ઘરે જમાવેલું દહીં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તમે બજારમાંથી પ્લેન દહીં ખરીદીને ખાઈ શકો છો, પરંતુ માર્કેટમાં મળતું મીઠું દહીં અને ફ્લેવર્ડ યોગર્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. ફ્લેવર્ડ યોગર્ટ દ્વારા તમે માત્ર ખાંડનું સેવન કરી રહ્યા છો. આનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી. તેથી આ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ.