Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Have to urinate frequently at night? So be careful! These can be signs of 5 serious illnesses

રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે? તો થઈ જજો સાવધાન! આ 5 ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે? તો થઈ જજો સાવધાન! આ 5 ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત
સોર્સ : gstv

રાત્રે ઊંઘમાંથી એક-બે વાર પેશાબ માટે ઊઠવું સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો તમારે દરરોજ રાત્રે વારંવાર બાથરૂમ જવું પડતું હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવું જોઈએ નહીં. તબીબી ભાષામાં આ સ્થિતિને 'નોક્ટ્યુરિયા' (Nocturia) કહેવામાં આવે છે. આ માત્ર ઊંઘ બગાડતી સમસ્યા નથી, પરંતુ ઘણી વખત તે શરીરની કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. સતત ઊંઘ તૂટવાને કારણે થાક, ચીડિયાપણું, કામમાં એકાગ્રતાનો અભાવ અને લાંબા ગાળે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી જો આ સમસ્યા સતત રહેતી હોય, તો સમયસર તેનું કારણ જાણીને યોગ્ય સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.

App Store

રાત્રે વારંવાર પેશાબ આવવાના મુખ્ય કારણો

ડાયાબિટીસ (Diabetes)

જ્યારે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે, ત્યારે કિડની વધારાની શુગરને પેશાબ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયામાં શરીર માંથી વધુ પાણી નીકળે છે, જેના કારણે વારંવાર પેશાબ આવે છે. જો વારંવાર પેશાબ આવવાની સાથે વધુ પડતી તરસ લાગવી, વારંવાર ભૂખ લાગવી, અચાનક વજન ઘટવું કે થાક લાગવો જેવા લક્ષણો દેખાય, તો તુરંત બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ.

ઓવરએક્ટિવ બ્લેડર (Overactive Bladder)

ઓવરએક્ટિવ બ્લેડર એવી સ્થિતિ છે જેમાં મૂત્રાશય (Bladder) જરૂરિયાત પહેલાં જ સંકોચાવા લાગે છે. તેના કારણે વ્યક્તિને અચાનક અને તીવ્ર પેશાબ કરવાની ઈચ્છા થાય છે. રાત્રે પણ વારંવાર ઊઠવું પડે છે. આ સમસ્યા વધતી ઉંમર, ચેતાતંત્ર (નસ)ની બીમારી, મોટોપો અથવા મસલ્સની નબળાઈને કારણે થઈ શકે છે. યોગ્ય જીવનશૈલી અને સારવારથી તેને નિયંત્રિત કરી શકાય છે.

યુટીઆઈ - મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શન (UTI)

UTI એ બેક્ટેરિયાના કારણે થતો ચેપ છે, જે મૂત્ર માર્ગના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. આ ઈન્ફેક્શનમાં વારંવાર પેશાબ આવવાની સાથે પેશાબ કરતી વખતે બળતરા, દુખાવો, દુર્ગંધ કે ક્યારેક તાવ પણ આવી શકે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. સમયસર સારવાર ન મળે તો ઈન્ફેક્શન કિડની સુધી પહોંચી શકે છે.

કિડની સંબંધિત સમસ્યાઓ

કિડની શરીરના ઝેરી તત્વો અને વધારાનું પાણી બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરી રહી હોય, તો પેશાબના સમય અને પ્રમાણમાં ફેરફાર થાય છે. રાત્રે વારંવાર પેશાબ આવવો, પગ કે ઘૂંટી પર સોજા આવવા, ભુખ ઓછી લાગવી અને હાઈ બ્લડ પ્રેશર રહેવું એ કિડનીની બીમારીના સંકેત હોઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર અને દવાઓની અસર

હાઈ બીપીની સારવારમાં આપવામાં આવતી કેટલીક દવાઓ (ખાસ કરીને ડાય્યુરેટિક્સ) શરીરમાંથી વધારાનું મીઠું અને પાણી પેશાબ વાટે બહાર કાઢે છે. જો આ દવાઓ સાંજે કે રાત્રે લેવામાં આવે, તો રાત્રે વારંવાર બાથરૂમ જવું પડી શકે છે. આ સિવાય લાંબા સમય સુધી અનિયંત્રિત હાઈ બીપી પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News