ઓફિસ જવાની ઉતાવળમાં રોજ બનાવો છો એ જ બોરિંગ પોનીટેલ? ટ્રાય કરો 5 મિનિટમાં બની જતી આ હેરસ્ટાઇલ

સવારે ઓફિસ જવાની ઉતાવળમાં ઘણીવાર હેરસ્ટાઇલ બનાવવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં મોટાભાગની મહિલાઓ વાળને સાદી પોનીટેલમાં બાંધીને જતી રહે છે. પરંતુ જો તમે માત્ર 5 મિનિટનો સમય કાઢો તો એવી સુંદર હેરસ્ટાઇલ બનાવી શકો છો, જે તમારા આખા લુકને પ્રોફેશનલ, ક્લાસી અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી દેશે.
યોગ્ય હેરસ્ટાઇલ માત્ર તમારી પર્સનાલિટીને નિખારે છે એટલું જ નહીં, પરંતુ આખો દિવસ વાળને વ્યવસ્થિત રાખવામાં પણ મદદ કરે છે. ચાલો કેટલીક સરળ અને સ્ટાઇલિશ હેરસ્ટાઇલ વિશે જાણીએ, જેને તમે દરરોજ ઓફિસ માટે ટ્રાય કરી શકો છો.
ઓફિસ જતી મહિલાઓ માટે પરફેક્ટ હેરસ્ટાઇલ
લો બન: ઓફિસ માટે લો બન સૌથી એલિગંટ અને પ્રોફેશનલ હેરસ્ટાઇલ માનવામાં આવે છે. સૌથી પહેલા વાળને સારી રીતે કોમ્બ કરો. ત્યારબાદ ગરદનની નજીક લો પોનીટેલ બનાવો અને વાળને ટ્વિસ્ટ કરીને બંનું સ્વરૂપ આપો. હવે તેને બોબી પિનની મદદથી બરાબર ફિક્સ કરી લો.
સ્લીક લો પોનીટેલ: વાળને સારી રીતે કોમ્બ કરીને વચ્ચેથી અથવા સાઇડમાંથી પાર્ટિંગ કરો. ત્યારબાદ ગરદનની નજીક રબર બેન્ડથી વાળ બાંધી લો. થોડા હેર સીરમ અથવા હેર સ્પ્રેનો ઉપયોગ કરવાથી વાળનો ફ્રિઝ ઓછો થાય છે અને આખો દિવસ વાળ વ્યવસ્થિત રહે છે.
હાફ-અપ ટ્વિસ્ટ હેરસ્ટાઇલ: જે મહિલાઓને વાળ ખુલ્લા રાખવાનું પસંદ હોય તેમના માટે આ હેરસ્ટાઇલ એકદમ પરફેક્ટ છે. બંને બાજુથી થોડા-થોડા વાળ લઈને પાછળની તરફ ટ્વિસ્ટ કરો અને ક્લચર અથવા નાની ક્લિપની મદદથી ફિક્સ કરી દો.
સિમ્પલ ફ્રેન્ચ બ્રેડ: ફ્રેન્ચ બ્રેડ દેખાવમાં જેટલી સ્ટાઇલિશ લાગે છે એટલી જ ઉપયોગી પણ છે. આ હેરસ્ટાઇલ આખો દિવસ વાળને ગૂંચવાતા અટકાવે છે. જો આખા વાળમાં ફ્રેન્ચ બ્રેડ બનાવવી મુશ્કેલ લાગતી હોય, તો આગળના ભાગમાં જ ફ્રેન્ચ બ્રેડ બનાવીને બાકીના વાળને પોનીટેલમાં બાંધી શકો છો.
ક્લો ક્લિપ બન: આજકાલ ક્લો ક્લિપ હેરસ્ટાઇલ ખૂબ ટ્રેન્ડમાં છે. આ માટે વાળને હળવા હાથે ટ્વિસ્ટ કરીને ક્લો ક્લિપની મદદથી ફિક્સ કરી દો. આ હેરસ્ટાઇલ માત્ર 2થી 3 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ફોર્મલ તેમજ સેમી-ફોર્મલ બંને પ્રકારના આઉટફિટ સાથે સુંદર લાગે છે.
યોગ્ય હેરસ્ટાઇલ પસંદ કરીને તમે માત્ર 5 મિનિટમાં તમારા લુકને સ્ટાઇલિશ, વ્યવસ્થિત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી શકો છો. આ સરળ હેરસ્ટાઇલ માત્ર તમારો સમય જ નથી બચાવતી, પરંતુ આખો દિવસ તમને ફ્રેશ અને પ્રેઝન્ટેબલ દેખાવામાં પણ મદદ કરે છે.








