Hair Care : ઠંડીમાં ગરમ પાણીથી વાળ ધોવા જોઈએ? અહી જાણો હેર વોશ કરવાના ગેરફાયદા

શિયાળાની ઋતુ શરૂ થતા ઠંડી વધવા લાગી છે. આ દરમિયાન સ્નાન કરવા અને વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગરમ પાણી થાક દૂર કરે છે. અને આરામ આપે છે. પરંતુ તે વાળ અને સ્કીન માટે યોગ્ય નથી. નિષ્ણાતો હુંફાળા પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે. નિષ્ણાતના મતે વાળ ધોવા માટે ગરમ પાણીનો લાંબા સમય સુધી કરવામાં આવેલો ઉપયોગ વાળ અને સ્કેલ્પ માટે નુકસાનકારક છે.
વાળની સાવચેતી જરુરી
વાળ ધોવા માટે ગરમ પાણીનો લાંબા સમય સુધી કરવામાં આવેલો ઉપયોગ માથામાં ખંજવાળ, ડ્રાયનેસ, ડેંડ્રફ જેવી સમસ્યાઓ વધારે છે. જેના કારણે હેર ફોલની સમસ્યા સર્જાય છે. હેર કલર પણ ફીકો પડે છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે વાળને હુંફાળા પાણીથી સાફ કરો. માઇલ્ડ શેમ્પૂ અને કંડીશનરના નિયમિતરૂપથી ઉપયોગ કરે. ટુવાલથી વાળને હળવા હાથે સાફ કરો.
નિષ્ણાતોની લો સલાહ
વાળ ધોવા માટે તાપમાન મેનેજ કરવું ખૂબ જ જરુરી હોય છે. વધુ પડતું ગરમ પાણી વાળમાંથી ભેજ અને નેચરલ તેલ છીનવી લે છે. જેના કારણે વાળ ડ્રાય થઇ જાય છે. વાળમાં ભેજ રાખવા માટે માઇલ્ડ શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરો. વાળ જો ડ્રાય હોય તો શેમ્પુ પહેલા વાળમાં ઓઇલિંગ કરો. પોતાના હેર ટાઇપ મુજબ પ્રોડક્ટનો ઉપયોગ કરો.

