Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : This oil will remove dandruff from hair.

Hair Care : વાળમાં રહેલા ખોડાને આ તેલ કરશે દૂર, ઝડપથી વધશે હેર ગ્રોથ 

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Hair Care : વાળમાં રહેલા ખોડાને આ તેલ કરશે દૂર, ઝડપથી વધશે હેર ગ્રોથ 
સોર્સ : Gstv

આયુર્વેદમાં બ્રાહ્મીને એલોપેસિયા એરીટા એટલે કે ટાલની સારવાર માટેની કારગર જડીબુટ્ટી માનવામાં આવે છે. ઘણા લોકો ટાલમાં વાળ ઉગાડવા માટે આ તેલનો ઉપયોગ કરતા હોય છે. બ્રાહ્મીનું તેલ વાળના વિકાસ માટે અનેક રીતે ગુણકારી છે. આ વાળના રોમછિદ્રોની સફાઈ કરે છે અને સાથે અંદરથી ખોલે છે. આમ કરવાથી વાળને પૂરતું ન્યુટ્રિશન મળે છે અને અંદરથી મજબૂત બને છે. આ સિવાય પણ બ્રાહ્મીના અનેક ઘણા ફાયદા થાય છે. તો જાણો કેવી રીતે?

App Store

બ્રાહ્મીનું તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે વાળને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. આ રોમ છિદ્રો અને જડને મજબૂત બનાવવાનું કામ કરે છે. તમારા વાળ વધારે પ્રમાણમાં ખરે છે તો તમે બ્રાહ્મીના તેલથી માલિશ કરવાનું શરૂ કરી દો. આ ટાલમાં વાળ ઉગાડવા માટે સૌથી બેસ્ટ છે.

બ્રાહ્મીનું તેલ વાળના ગ્રોથ માટે અનેક રીતે ગુણકારી છે. તમે નિયમિત બ્રાહ્મીના તેલથી માલિશ કરો છો તો હેરને અંદરથી પોષણ મળે છે જેના કારણે વાળના વિકાસ માટે અનેક રીતે ગુણકારી છે. આ સિવાય બ્રાહ્મી સ્કેલ્પને ઠંડુ રાખવામાં મદદ કરે છે જેના કારણે ગ્રોથ સારો થાય છે.

સ્પ્લિટ એન્ડ્સની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બ્રાહ્મીનું તેલ અનેક રીતે ગુણકારી છે. તમે સ્પ્લિટ એન્ડ્સની સમસ્યામાંથી કંટાળી ગયા છો તો બ્રાહ્મીના તેલથી માલિશ કરો. અઠવાડિયામાં બે વાર તમે બ્રાહ્મીના તેલથી માલિશ કરી શકો છો. આ તમારા વાળના ટેક્સચરને પ્રોપર કરે છે. આ તેલથી તમે નિયમિત માલિશ કરો છો તો બે મોંવાળા વાળમાંથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.

ખોડાની સમસ્યાથી તમે કંટાળી ગયા છો તો બ્રાહ્મીનું તેલ અનેક રીતે ગુણકારી છે. બ્રાહ્મીના તેલથી માલિશ કરવાથી ફંગલ સંક્રમણનું કારણ બને છે. આ કારણે વાળમાં થતો ખોડો દૂર થાય છે. આ સ્કેલ્પને સાફ કરવાનું કામ કરે છે. આ સીબમ સ્તરને સંતુલિત કરે છે અને ખોડો થતા રોકે છે. આમ, તમારા વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને ખોડાની સમસ્યા છે તો તમે બ્રાહ્મીના તેલથી માલિશ કરો. આ તમને અનેક સમસ્યામાંથી રાહત અપાવશે. 

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.