Hair Care : વાળ ખરતા અટકાવશે આ દેશી ઉપાય, ટૂંક સમયમાં દેખાશે અસર

આજકાલ નાની ઉંમરમાં લોકોનાં વાળ ખરી રહ્યાં છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને સ્ટ્રેસ, ખરાબ લાઇફ સ્ટાઇલ તેમજ બીજી અનેક પ્રકારની કેમિકલ પ્રોડક્ટ્સને કારણે હેર ફોલ વધારે થાય છે. ઘણીવાર બજારમાં મળતા મોંઘા અને કેમિકલ વાળા શેમ્પૂને કારણે તેમજ દવાની આડઅસરને કારણે પણ હેર ફોલ વધારે થાય છે. આ માટે હંમેશા એવી કોશિશ કરો કે શક્ય હોય ત્યાં સુધી આ બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરો. તો જાણો આ વિશે બ્યુટી એક્સપર્ટ રજની નિગમનું શું કહેવું છે.
ખરતા વાળ રોકવા શું કરશો?
ખરતા વાળ રોકવા માટે અનેક પ્રકારનાં વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળતા હોય છે જેને તમે ટ્રાય કરીને વાળ ખરવાની સમસ્યાને ઓછી કરી શકતા નથી, પરંતુ તમે એક્સપર્ટે બતાવેલાં આ નુસખા ટ્રાય કરો છો તો સારું રિઝલ્ટ મળી શકે છે. તો જાણો આ નુસખા વિશે...
- આ માટે એક ગ્લાસ હુંફાળું પાણી લો.
- પછી આમાં એક ચમચી હળદર મિક્સ કરો.
- ત્યારબાદ થોડી એલોવેરા જેલ મિક્સ કરો.
- પછી આ પાણી વાળમાં લગાવો અને રબ કરો.
- ત્યારબાદ આ બન્ને વસ્તુથી સ્કેલ્પ પર મસાજ કરીને રબ કરો.
- 15થી 20 મિનિટ પછી નોર્મલ પાણીથી હેર વોશ કરી દો.
- આ પેસ્ટનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2થી 3 દિવસનો કરી શકો છો. આ પેસ્ટથી હેર ફોલ કંટ્રોલ થાય છે.
વાળ માટે ફાયદાકારક છે આ વસ્તુ
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે વાળનાં સ્ત્રોત માટે અનેક રીતે ગુણકારી છે. આ વાળમાં થતો ખોડો, ખંજવાળ તેમજ બીજા કોઈપણ પ્રકારના ફંગલ ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. આ માટે એક્સપર્ટ વાળમાં આ વસ્તુ લગાવવાની સલાહ આપે છે.
એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી વાળને પોષણ મળે છે. આ સાથે સ્કેલ્પ પર નમી બની રહે છે. આમ, તમે વાળમાં મસાજ કરો છો તો હેર હેલ્થ હેલ્ધી થાય છે.
આ બન્ને વસ્તુનો ઉપયોગ કરીને તમે વાળને ખરતા રોકી શકો છો. આ સાથે સ્કેલ્પ મજબૂત થાય છે. આ સાથે ગ્રોથ પણ સારો થાય છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

