ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ, આખું અઠવાડિયું કોથમીર રહેશે ફ્રેશ
ફળ, શાકભાજી અથવા કોઈ પણ ખાણી-પીણીની વસ્તુઓ સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો જલ્દી ખરાબ થઇ જા

ફળ, શાકભાજી અથવા કોઈ પણ ખાણી-પીણીની વસ્તુઓ સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો જલ્દી ખરાબ થઇ જાય છે. ખાસ કરીને શાકભાજી ફળ. સામાન્ય રીતે આપણે શાકભાજી સાથે, કોથમીર, ફુદીનો પણ ખરીદી લાવીએ છે અને એને ફ્રીઝમાં મૂકી દઈએ છે. અને આખો દિવસ બહાર રહી જાય તો એ જલ્દી ખરાબ થઇ જાય છે. પછી તેને ફેંકી દેવા પડે છે. તમે કેટલાક હેક્સ અજમાવીને તેને ઘણા દિવસો સુધી ફ્રેશ રાખી શકો છો.
- ઘણી વખત કોથમીર, ફુદીનો એટલો ખરીદી લઇએ છે અને પછી સમય પણ નથી મળતો તો એ ખરાબ થઇ જાય છે. અંતમાં એને ફેકવા પડે જાય છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો પરેશાન થવાની જરૂરત નથી. અમે તમને કેટલીક એવી ટ્રીક જણાવી રહ્યા છે જે કોથમીર, ફુદીના વગેરેને ફ્રીઝ કે ફ્રીઝની બહાર પણ ફ્રેશ રાખશે.
- જો તમે બાંધેલી કોથમીર અને ફુદીનો લાવો તો તેને ખોલી પાંદડા અલગ કરો. ખરાબ, સડેલા પાંદડાને દૂર કરો. પાણીથી સારી રીતે સાફ કરો અને પછી જ રેફ્રિજરેટરમાં રાખો.
- જો તમે આને કન્ટેનર અથવા બરણીમાં પાણી ભરીને પાંદડાને પાણીમાં બોળીને રાખો, તો તે બે-ત્રણ દિવસ સુધી ફ્રેશ રહેશે. તમે પાંદડાને પાતળા કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો. કપડાને ભીનું કરો અને પાણી નિચોવી લો. આનાથી પાંદડા ફ્રેશ રહેશે.
- જો તમે કોથમીર વધારે ખરીદી લીધી હોય તો તમે તેને હળદરના પાણીમાં રાખી શકો છો. સૌપ્રથમ કોથમીરને પાણીથી સારી રીતે સાફ કરી લો. દાંડી કાપીને હળદરના પાણીમાં પાંદડા બોળી દો. એક કલાક પછી કોથમીર કાઢીને સૂકવી લો. એકવાર તે સુકાઈ જાય પછી તેને ટિશ્યુ પેપરથી ઢાંકીને એર ટાઈટ કન્ટેનરમાં રાખો. ટીશ્યુ પેપર ભેજને શોષવાનું ચાલુ રાખશે. અને આ રીતે કોથમીર જલ્દી ખરાબ થતા અટકશે.
- જો તમારી પાસે ફ્રિજ નથી અથવા ખરાબ થઈ ગયું છે તો તમે કોથમીર અને ફુદીનાને પાણીમાં રાખી શકો છો. વચ્ચે વચ્ચે તેને પાણીથી ધોતા રહો અને ભીના કપડાથી ઢાંકી રાખો. જે પાંદડા બગડતા હોય તેને સાફ કરીને ફેંકી દો.
- કોથમીર અને ફુદીનાના પાનને પાણીથી ધોઈને ટીશ્યુ પેપરમાં લપેટી લો. તેનાથી પાણી સુકાઈ જશે. હવે તેને પ્લાસ્ટિકના રેપરમાં મૂકો અને રેફ્રિજરેટરમાં રાખો. આ રીતે પણ તે બે-ત્રણ દિવસ સુધી ફ્રેશ રહેશે.




