મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ચોમાસામાં ચા સાથે ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વખતે ટ્રાય કરો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ

વરસાદની ઋતુ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં ઘણા લોકો સાંજે ચા સાથે ભજીયા ખાવાનું પસંદ કરે છે. તમે પણ બટેટા અને ડુંગળીના

Recipe / ચોમાસામાં ચા સાથે ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વખતે ટ્રાય કરો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ

વરસાદની ઋતુ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં ઘણા લોકો સાંજે ચા સાથે ભજીયા ખાવાનું પસંદ કરે છે. તમે પણ બટેટા અને ડુંગળીના ભજીયા ખાતા જ હશો. પરંતુ જો તમે દર વખતે એક જેવ જ ભજીયા ખાઈને કંટાળી ગયા હોવ અને આ સિઝનમાં કઈંક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો આજે અમે તમને કાફે સ્ટાઈલ ઓનિયન રિંગ્સ બનાવવાની રીત જણાવીશું. જો કે આ પણ ડુંગળીમાંથી જ બનાવવામાં આવે છે, પરંતુ તેને એક અલગ જ ટ્વિસ્ટ આપવા માટે, આ વખતે તમે ઓનિયન રિંગ્સ ટ્રાય કરી શકો છો જે એક ક્રિસ્પી, ટેસ્ટી અને મસાલેદાર નાસ્તો છે. જો તમે તેને ગરમાગરમ ચા સાથે સર્વ કરશો તો ઘરમાં બધાને ખૂબ ભાવશે. તો ચાલો તમને જણાવી દઈએ તેને બનાવવાની રેસીપી.

સામગ્રી

  • ડુંગળી - 2 (મધ્યમ કદ)
  • મેંદો - 1 કપ
  • મકાઈનો લોટ - 1/2 કપ
  • બેકિંગ પાવડર - 1/2 ચમચી
  • કાળા મરી પાવડર - 1/2 ચમચી
  • ગરમ મસાલા પાવડર - 1/2 ચમચી
  • બ્રેડ ક્રમબ્સ - 1 કપ
  • ચણાનો લોટ - 2 ચમચી
  • તેલ - તળવા માટે
  • મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત

  • ઓનિયન રિંગ્સ બનાવવા માટે, પહેલા ડુંગળીને નાની રિંગ્સમાં કાપીને અલગ રાખો.
  • હવે એક મોટા બાઉલમાં મેંદો, મકાઈનો લોટ, બેકિંગ પાવડર, મીઠું, કાળા મરી પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે તેમાં બ્રેડ ક્રમ્બ્સ અને ચણાનો લોટ ઉમેરો.
  • હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને ઘટ્ટ બેટર તૈયાર કરો.
  • ઓનિયન રિંગ્સ ડીપ ફ્રાય કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલને મધ્યમ આંચ પર રાખો.
  • હવે ઓનિયન રિંગ્સને બેટરમાં સારી રીતે કોટ કરો અને ગરમ તેલમાં એક પછી એક મૂકો.
  • ઓનિયન રિંગ્સ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
  • હવે તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી તે વધારાનું તેલ શોષી શકે.
  • તમારી ક્રિસ્પી ઓનિયન રિંગ્સ તૈયાર છે તેને ચા અથવા ટોમેટો કેચઅપ, મેયોનેઝ કે અન્ય કોઈપણ ડીપ સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો