મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ઉનાળામાં ઘરે જ બનાવો કેફે જેવી સ્વાદિષ્ટ કોલ્ડ કોફી, 5 મિનિટમાં થઈ જશે તૈયાર

જો તમે ઉનાળાની ઋતુમાં ઘરે કોઈ ફ્રેશ ડ્રીંક બનાવવાની રેસીપી શોધી રહ્યા છો, તો કોલ્ડ કોફીથી વધુ સારું બીજું

Recipe / ઉનાળામાં ઘરે જ બનાવો કેફે જેવી સ્વાદિષ્ટ કોલ્ડ કોફી, 5 મિનિટમાં થઈ જશે તૈયાર

જો તમે ઉનાળાની ઋતુમાં ઘરે કોઈ ફ્રેશ ડ્રીંક બનાવવાની રેસીપી શોધી રહ્યા છો, તો કોલ્ડ કોફીથી વધુ સારું બીજું શું હોઈ શકે. તે તમને તાજગી આપે છે. ખાસ કરીને જો તમે આખો દિવસ કામ કરો છો અને તમારા મગજને સક્રિય રાખવા માટે ચા અને કોફી પીવાનું પસંદ કરો છો, તો તમારે ઘરે કોલ્ડ કોફી ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ. ખાસ વાત એ છે કે તમે મોંઘા કેફેમાં મળતી કોલ્ડ કોફી ઘરે 5 જ મિનિટમાં બનાવી શકો છો. તે પણ કોફી મશીન કે તાજા કોફી બીન્સ વગર. તો ચાલો જાણીએ કે તમે ઘરે રિફ્રેશિંગ કોલ્ડ કોફી કેવી રીતે બનાવી શકો છો.

સામગ્રી

  • કોફી પાવડર - 2 ચમચી 
  • મિલ્ક ક્રીમ અથવા પાવડર - 1/2 કપ 
  • દૂધ - 2 કપ 
  • ખાંડ - 4 ચમચી 
  • બરફ - 1 કપ 

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક પેનમાં બે ગ્લાસ દૂધ કાઢી લો. ધ્યાનમાં રાખો કે આ દૂધ ઠંડું હોવું જોઈએ.
  • હવે મિક્સર જારમાં 5થી 6 ચમચી ગરમ પાણી, ખાંડ અને કોફી ઉમેરીને 1 મિનિટ માટે સારી રીતે મિક્સ કરો.
  • થોડીવાર મિક્સ કરતા તેમાં ફીણ વળવા લાગશે. હવે તેમાં ક્રીમ ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
  • ધ્યાનમાં રાખો કે ખાંડ, કોફી અને ક્રીમ સારી રીતે મિક્સ થવા જોઈએ.
  • હવે બે ગ્લાસ લો અને તેમાં બરફ નાખો.
  • હવે તેમાં કોફીનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ ઠંડુ દૂધ ઉમેરીને ચમચી વડે મિક્સ કરી લો.
  • તૈયાર છે સ્વાદિષ્ટ કોલ્ડ કોફી. તમે તેના પર કોકો પાવડર અથવા કોફી પાવડર છાંટી શકો છો.
  • જો તમે ઈચ્છો તો કોફી પાવડર, ખાંડ, ક્રીમ, દૂધને મિક્સરમાં 3થી 4 મિનિટ સુધી મિક્સ કરીને પણ કોલ્ડ કોફી બનાવી શકો છો.

આ સમાચાર શેર કરો