ચોમાસામાં રોડ ટ્રિપ માટે સલામત છે આ રૂટ્સ, તમને જોવા મળશે મનમોહક દૃશ્યો
ચોમાસું આવતાની સાથે જ મુસાફરીમાં થોડો વિરામ લાગે છે, કારણ કે આ સિઝનમાં હિલ સ્ટેશન પર ફરવા જવું જોખમથી ઓછું નથી

ચોમાસું આવતાની સાથે જ મુસાફરીમાં થોડો વિરામ લાગે છે, કારણ કે આ સિઝનમાં હિલ સ્ટેશન પર ફરવા જવું જોખમથી ઓછું નથી. ઘણા લોકો માટે શોર્ટ ટ્રિપ અથવા લોંગ વીકએન્ડ માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એ પ્રથમ વિકલ્પ હોય છે, પરંતુ વરસાદને કારણે આવી જગ્યાએ ઘણી વખત ટ્રાફિક થઈ જાય છે, ઉપરાંત પહાડી વિસ્તારો પર ચોમાસાની ઋતુમાં ભૂસ્ખલનનો ભય પણ હોય છે. આવી સ્થિતિમાં જો તમારે ક્યાંક ફરવા જવું હોય, તો કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ફરવાની ખરી મજા તો વરસાદ દરમિયાન જ આવે છે. અહીં પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ અદ્ભુત અને સુરક્ષિત છે.
બેંગ્લોરથી ઉટી
ચોમાસા દરમિયાન બેંગ્લોરથી ઊટીની રોડ ટ્રિપ એક યાદગાર અને સલામત ટ્રિપ હોઈ શકે છે. પ્રવાસ દરમિયાન જોવા મળતી હરિયાળી, પહાડો અને ધોધ શરીર અને મનને તાજગી આપે છે. આ રૂટ પર તમને મંત્રમુગ્ધ કરતા નજારા તો જોવા મળશે જ પરંતુ આ સાથે તમે રસ્તામાં વિવિધ પ્રકારની વાનગીનો સ્વાદ પણ માણવા મળશે. ગંતવ્ય સ્થાન કરતા રોડ ટ્રિપ વધુ સુંદર અને યાદગાર છે.
ઉદયપુરથી માઉન્ટ આબુ
ઉદયપુર રાજસ્થાનનું ખૂબ જ સુંદર શહેર છે. જ્યારે રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં વરસાદ માત્ર ગરમીથી રાહત જ નથી આપતો, પરંતુ આ સ્થળોની સુંદરતામાં પણ વધારો કરે છે. જો તમે ઓછા બજેટમાં મિત્રો સાથે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારી કાર લઈને માઉન્ટ આબુ જઈ શકો છો. તમને વર્ષો સુધી ઉદયરપુરથી માઉન્ટ આબુ સુધીની સફર યાદ હશે.
મુંબઈથી ગોવા
મુંબઈથી ગોવાનો રૂટ ચોમાસામાં રોડ ટ્રિપ માટેના બેસ્ટ રૂટ્સ પૈકીનો એક છે. આ રૂટ પર મુસાફરી કરતી વખતે, તમને એવા સ્થળો જોવા મળે છે કે એવું લાગે છે કે આ મુસાફરી ક્યારેય સમાપ્ત ન થવી જોઈએ. આ રોડ ટ્રિપ પર જાવ તો આરામથી આગળ વધો, કોઈ સુંદર નજરો દેખાય તો રોકાઈને અને ફોટોગ્રાફીની મજા માણો.






