મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

માત્ર મુંબઈ-પુણે જ નહીં, મધ્યપ્રદેશના આ સ્થળો પણ ચોમાસામાં ફરવા માટે છે બેસ્ટ

જ્યારે ચોમાસાની ઋતુમાં મુસાફરી કરવાની વાત આવે છે, ત્યારે કેટલાક લોકોના મનમાં પહેલા મુંબઈ અને પૂણે જવાન

માત્ર મુંબઈ-પુણે જ નહીં, મધ્યપ્રદેશના આ સ્થળો પણ ચોમાસામાં ફરવા માટે છે બેસ્ટ

જ્યારે ચોમાસાની ઋતુમાં મુસાફરી કરવાની વાત આવે છે, ત્યારે કેટલાક લોકોના મનમાં પહેલા મુંબઈ અને પૂણે જવાનો વિચાર આવે છે. અહીં ખંડાલા, લોનાવાલા, ઇગતપુરી જેવી ઘણી જગ્યાઓ છે, જે વરસાદ દરમિયાન વધુ સુંદર બની જાય છે. ઉત્તરાખંડ અને હિમાચલ જેવા હિલ સ્ટેશનોની મુલાકાત આ સિઝનમાં ખતરનાક સાબિત થઈ શકે છે, મુંબઈ અને પૂણેના સ્થળોને ઘણી હદ સુધી સુરક્ષિત માનવામાં આવે છે. આ લિસ્ટમાં વધુ એક સ્થાનનો સમાવેશ થાય છે, તમે આ સિઝનમાં તેની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી શકો છો. અહીં મધ્યપ્રદેશની વાત થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ ઘણા એવા સ્થળો છે જેની મુલકાત લેવા માટે આ સિઝન યોગ્ય સમસ્ય છે.

પચમઢી

પચમઢી મધ્યપ્રદેશનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જેને સતપુડાની રાણી પણ કહેવામાં આવે છે. આ હિલ સ્ટેશનની હરિયાળી વરસાદની મોસમમાં જોવા જેવી હોય છે. લીલાછમ પહાડો, ગાઢ જંગલો અને ઝરણામાંથી વહેતું પાણી જોવાની એક અલગ જ મજા છે. અહીં આવો તો પાંડવ ગુફાઓ, રજત પ્રતાપ વોટરફોલ, બી ફોલ, ધૂપગઢ, જટાશંકર ગુફા વગેરે જગ્યાઓ જોવાની તક ચૂકશો નહીં.

ખજુરાહો

ખજુરાહો ખાસ કરીને તેના મંદિરો માટે જાણીતું છે અને તે મધ્યપ્રદેશમાં એક ખૂબ જ અદ્ભુત સ્થળ છે, જ્યાં તમે ચોમાસાની ઋતુમાં મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત ખજુરાહોના મંદિરોની કોતરણી જોવાલાયક છે, એવું નથી કે અહીં માત્ર મંદિરો જ જોવાલાયક છે. અહીં રાનેહ વોટરફોલ, પાંડવ ધોધ અને ગુફા, પન્ના નેશનલ પાર્ક પણ તમારી સફરને યાદગાર બનાવી શકે છે.

માંડુ

ઐતિહાસિક ધરોહર ધરાવતું મધ્યપ્રદેશનું માંડુ પર્યટનની દૃષ્ટિએ પણ ઘણું સારું સ્થળ છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને ઈતિહાસ પણ જાણવા માંગો છો, તો માંડુમાં તમારા માટે ઘણું બધું છે. માંડુમાં ઘણી જૂની ઈમારતો હજુ પણ અકબંધ છે. રાણી રૂપમતી મહેલ, જહાઝ મહેલ, બાઝ બહાદુર પેલેસની મુલાકાત લેવાની તક ચૂકશો નહીં.

ઓરછા

ઓરછા, મધ્યપ્રદેશનું હિડન જેમ છે, તે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, અહીં કિલ્લાઓ અને મહેલો પણ છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. બેતવા નદી ગાઢ જંગલો અને પર્વતોથી ઘેરાયેલા ઓરછાની સુંદરતામાં વધારો કરે છે. જ્યાં આરામથી બેસવા સિવાય તમે રિવર રાફ્ટિંગની પણ મજા માણી શકો છો.

આ સમાચાર શેર કરો