Beauty Tips / 40 વર્ષની ઉંમર પછી તમારા મેકઅપ રૂટિનમાં કરો આ 5 ફેરફાર, તમે દેખાશો યુવાન

40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં અનેક હોર્મોનલ ફેરફારો થાય છે અને તેમની અસર ફક્ત તેમના સ્વાસ્થ્ય પર જ નહીં, પણ તેમની ત્વચા અને દેખાવ પર પણ જોવા મળે છે. ફાઈન લાઈન્સ અને કરચલીઓ દેખાય છે અને વાળ સફેદ થવા લાગે છે. તેથી, માત્ર સ્કિનકેરમાં જ નહીં પરંતુ મેકઅપ પ્રોડક્ટ્સમાં પણ ફેરફારો જરૂરી છે. આ લેખમાં અમે 40 વર્ષની ઉંમર પછી તમારા મેકઅપ બેગમાં કયા પ્રોડક્ટ્સ હોવા જોઈએ અને કયા ન હોવા જોઈએ તે જણાવીશું.
હોઠને સૂકવતા ઉત્પાદનો ટાળો
નિષ્ણાતો વધતી ઉંમર સાથે રેડ લિપસ્ટિકથી ન્યુટ્રલ શેડ્સ પર સ્વિચ કરવાની અને તમારા હોઠને મોઇશ્ચરાઇઝ કરતી પ્રોડક્ટ્સ લગાવવાની ભલામણ કરે છે. લીક્વીડ અથવા મેટ પ્રોડક્ટ્સ તમારા હોઠને સૂકવી શકે છે અને તેના પર ક્રેક નજર આવી શકે છે. ટિન્ટેડ બામ અથવા લિપ સ્ટેન વધુ સારા વિકલ્પો છે.
પ્રાઈમર લગાવવાનું શરૂ કરો
તમારી ત્વચા ગમે તેટલી સ્વસ્થ હોય, મિડલ એજમાં ત્વચા પહેલા જેટલી કોમળ નથી રહેતી કે ત્વચાનો ટોન પણ ઈવન નથી રહેતો. સીધા તમારા ચહેરા પર મેકઅપ લગાવવાને બદલે, તમારા મેકઅપ રૂટિનમાં એક સારું પ્રાઈમર શામેલ કરો. આ ખાલી જગ્યાઓ ભરશે અને શરૂઆત માટે સારો બેઝ પૂરો પાડશે.
ફાઉન્ડેશનને બદલે ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર
જો તમારું ફાઉન્ડેશન પૂરતું કવરેજ પૂરું નથી પાડતું, તો ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર એ સારો ઉકેલ છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ આપણી ત્વચા ઢીલી અને નિસ્તેજ થતી જાય છે. આવી પરિસ્થિતિઓમાં, ટિન્ટેડ મોઇશ્ચરાઇઝર પૂરતું કવરેજ અને કુદરતી દેખાવ પ્રદાન કરે છે.
પાવડર નહીં, ક્રીમ યોગ્ય પસંદગી
ફક્ત ફાઉન્ડેશન જ તમારી ફાઈન લાઈન્સમાં સેટ થઈને ઉંમરથી વધુ નથી દેખાડતું, પરંતુ પાઉડર પણ આવું કરી શકે છે. જો તમારી ત્વચા ડ્રાય હોય, તો તે તમારા દેખાવને બગાડી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, ક્રીમ બેઝ્ડ બ્લશ તમને સ્મૂધ લુક આપશે અને લાંબા સમય સુધી ટકી રહેશે.
મેટ આઈશેડોનો ઉપયોગ
જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આંખની આસપાસની ત્વચા પણ ઢીલી પડવા લાગે છે, તેથી શિમરવાળા આઈશેડો ટાળો. સંપૂર્ણ આઈ મેકઅપ કર્યા બાદ તેણે હળવા હાથે લગાવી શકો છો. તમારી આંખોને યુવાન દેખાવા માટે, મેટ અથવા સ્ટેન જેવા ક્રીમ બેઝ્ડ આઈશેડો અજમાવો. તે લગાવવું પણ સરળ છે.

