Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : How to choose perfect lipstick shade for your skin tone

શું તમે પણ ખોટી લિપસ્ટિક લગાવો છો? જાણો સ્કિન ટોન મુજબ કેવી રીતે પસંદ કરવો પરફેક્ટ શેડ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
શું તમે પણ ખોટી લિપસ્ટિક લગાવો છો? જાણો સ્કિન ટોન મુજબ કેવી રીતે પસંદ કરવો પરફેક્ટ શેડ
સોર્સ : GSTV

લિપસ્ટિક મેકઅપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે તમારી સુંદરતા વધારે છે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. જોકે, ખોટો શેડ પસંદ કરવાથી તમારો સ્કિન ટોન ડલ દેખાઈ શકે છે.

App Store

તેથી, તમારા સ્કિન ટોન મુજબ યોગ્ય લિપસ્ટિક શેડ પસંદ કરવો મહત્ત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે તમે તમારા સ્કિન ટોન મુજબ પરફેક્ટ શેડ કેવી રીતે પસંદ કરી શકો છો.

સ્કિન ટોનને ઓળખવો

સ્કિન ટોનના મુખ્ય ત્રણ પ્રકાર છે, ફેર,વ્હીટીશ અથવા મીડીયમ અને ડાર્ક. વધુમાં, તમારી ત્વચાનો અંડરટોન પણ મહત્ત્વપૂર્ણ છે, જે સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે, વાર્મ અને કૂલ. તમારા અંડરટોનને નક્કી કરવાનો એક સરળ રસ્તો એ છે કે તમારા કાંડા પરની નસો જુઓ. જો નસો લીલી દેખાય છે, તો તમારો અંડરટોન વાર્મ છે અને જો તે વાદળી અથવા જાંબલી દેખાય છે, તો તે કૂલ છે. જો બંને રંગો દેખાય છે, તો તમારો અંડરટોન ન્યુટ્રલ છે.

ફેર સ્કિન ટોન માટે

ફેર સ્કિન ટોન ધરાવતા લોકો માટે હળવા અને પેસ્ટલ શેડ્સ ખૂબ સારા લાગે છે. પિંક, પીચ, કોરલ અને મોવ જેવા શેડ્સ તમારી ત્વચાને ફ્રેશ અને ગ્લોઈંગ બનાવે છે. બ્રાઈટ રેડ અને બબ્રાઈટ પિંક પણ તમારા પર ખૂબ જ સુંદર લાગે છે. જોકે, બ્રાઉન અથવા ડાર્ક પર્પલ જેવા ખૂબ જ ડાર્ક રંગો તમારી ત્વચાને ડલ બનાવી શકે છે.

વ્હીટીશ અથવા મીડીયમ સ્કિન ટોન માટે

આ સ્કિન ટોન ભારતમાં સૌથી સામાન્ય છે. આ ટોનવાળા લોકોને મોટાભાગના શેડ્સ અનુકૂળ આવે છે. કોરલ, પીચ, પિંક, બ્રાઈટ રેડ અને બ્રિક રેડ જેવા રંગો તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. બેરી શેડ્સ અને ડીપ રેડ પણ સારા લાગે છે. ન્યુડ શેડ્સ પસંદ કરતી વખતે, ખાતરી કરો કે તે તમારા સ્કિન ટોન સાથે મેચ થાય છે, નહીં તો લિપસ્ટિક ડલ દેખાઈ શકે છે.

ડાર્ક સ્કિન ટોન માટે

ડાર્ક સ્કિન ટોન ધરાવતા લોકો માટે બોલ્ડ અને રિચ શેડ્સ શ્રેષ્ઠ વિકલ્પો છે. ડીપ રેડ, વાઈન, બ્રાઉન, પ્લમ અને ડાર્ક બેરી શેડ્સ તમારી ત્વચાને ગ્લેમરસ લુક આપે છે. બ્રાઈટ નારંગી અને કોરલ પણ તમારા પર ખૂબ સારા લાગે છે. લાઈટ પિંક અથવા પેસ્ટલ શેડ્સ ટાળો, કારણ કે તે તમારી ત્વચા સાથે કોન્ટ્રાસ્ટ નથી બનાવતા.

અંડરટોન અનુસાર પસંદ કરો

  • વાર્મ અંડરટોન ધરાવતા લોકોએ ઓરેંજ બેઝ્ડ રેડ, કોરલ, પીચ અને બ્રાઉન શેડ્સ પસંદ કરવા જોઈએ.
  • કૂલ અંડરટોન ધરાવતા લોકોએ બ્લુ બેઝ્ડ રેડ, બેરી, પિંક ને પર્પલ રંગ પસંદ કરવા જોઈએ.
  • જેઓ ન્યુટ્રલ અંડરટોન ધરાવે છે તેઓ લગભગ કોઈપણ રંગ અજમાવી શકે છે.

મહત્ત્વપૂર્ણ ટિપ્સ

  • લિપસ્ટિક ખરીદતા પહેલા તેને ટ્રાય જરૂર કરો. જો શક્ય હોય તો તેને નેચરલ ડે લાઈટમાં જુઓ.
  • એવો શેડ પસંદ કરો જે તમારા લુક અને આઉટફિટ બંને સાથે મેચ થાય.
  • તમે તમારી પસંદગીના આધારે મેટ, ક્રીમી અથવા ગ્લોસી ફિનિશ પસંદ કરી શકો છો.