Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Apply these 4 things before lipstick to your lips soft and healthy

Beauty Tips / હોઠને નરમ અને સ્વસ્થ રાખવા માટે લિપસ્ટિક લગાવતા પહેલા આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / હોઠને નરમ અને સ્વસ્થ રાખવા માટે લિપસ્ટિક લગાવતા પહેલા આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ
સોર્સ : GSTV

લિપસ્ટિક વિના મેકઅપ અધૂરો છે. લિપસ્ટિકને ફાઈનલ ટચ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક ડ્રાય અથવા ફાટેલા હોઠ પર લિપસ્ટિક લગાવવાથી તે સુંદર બનવાને બદલે ડલ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલેથી થોડી તૈયારી કરવાથી તમારા હોઠને નરમ અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. વધુમાં, લિપસ્ટિકને લોંગ લાસ્ટિંગ પણ બનાવી શકાય છે. આજે અમે જણાવીશું કે લિપસ્ટિક લાંબા સમય સુધી કેવી રીતે ટકાવવી અને તેને લગાવતા પહેલા શું લગાવવું.

App Store

મધ અને ખાંડ

લિપસ્ટિક ઘણીવાર ડ્રાય અને ડેડ સ્કિન પર જામી જાય છે, જેના કારણે હોઠ ફાટી જાય છે. તેથી હોઠ પર પહેલા સ્ક્રબનો ઉપયોગ કરો. આ માટે મધ અને ખાંડ મિક્સ કરો. પછી તેને તમારા હોઠ તમારી આંગળીની મદદથી સર્ક્યુલર મોશનમાં ઘસો, થોડીવારમાં તમે સૂકા પોપડાને છૂટા પડતા જોશો. એકવાર તમારા હોઠની સપાટી સમાન થઈ જાય અને તમારા હોઠ નરમ દેખાય, પછી લિપસ્ટિક લગાવો. આ ઉપાય ફાયદાકારક રહેશે.

મલાઈ અથવા પેટ્રોલિયમ જેલી

તમારા હોઠ પર 10થી 15 મિનિટ માટે મલાઈ લગાવો અથવા તમે પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો. લિપસ્ટિક લગાવતા પહેલા આનો ઉપયોગ કરો. પછી, ટિશ્યુનો ઉપયોગ કરીને વધારાની મલાઈ અથવા પેટ્રોલિયમ જેલીને હળવેથી દૂર કરો. આ ફક્ત લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં જ મદદ નથી કરતું, પરંતુ હોઠને હાઈડ્રેટેડ પણ રાખે છે અને લિપસ્ટિકમાં રહેલા કેમિકલથી રક્ષણ આપે છે.

કન્સિલર

તમારે તમારા હોઠ પર કન્સિલરનો ઉપયોગ પણ કરવો જોઈએ. પરંતુ તે તમારી ત્વચાના રંગ સાથે મેચ થતું હોવું જોઈએ. હવે, તેને તમારા હોઠ અને કિનારીઓ પર લગાવો. તમે તેને સેટ કરવા માટે પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. આ લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકાવી રાખશે અને તેને ફેલાતા પણ અટકાવશે.

પ્રાઈમર

લિપ પ્રાઈમર મેકઅપ પ્રાઈમર જેવું જ કામ કરે છે. તે એક ચીકણી સપાટી બનાવે છે અને લિપસ્ટિકની પકડને મજબૂત બનાવે છે. તમારા લિપ બામને દૂર કર્યા પછી, પ્રાઈમરનો પાતળો પડ લગાવો અને તેને સેટ થવા દો. આ લિપસ્ટિકની લોંગ લાસ્ટિંગ અને સ્મૂધ બનાવે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.