Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use these things to wash your face instead of soap

Beauty Tips / ચહેરા પર સાબુને બદલે આ વસ્તુઓનો કરો ઉપયોગ, દરેક વ્યક્તિ પૂછશે સુંદરતાનું રહસ્ય

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / ચહેરા પર સાબુને બદલે આ વસ્તુઓનો કરો ઉપયોગ, દરેક વ્યક્તિ પૂછશે સુંદરતાનું રહસ્ય
સોર્સ : GSTV

આપણે ઘણીવાર આપણા ચહેરાને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ સાબુમાં રહેલા કેમિકલ્સ ત્વચાનું કુદરતી ભેજ છીનવી લે છે, જેનાથી તે શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ચહેરા પર કુદરતી ચમક આવે, તો તમારે ઘરેલું ઉપચાર અજમાવવો જોઈએ.

App Store

તમારા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે ફક્ત તમારી ત્વચાને સાફ જ નહીં કરે, પરંતુ તેને સ્પોટલેસ અને નરમ પણ બનાવશે. ચાલો એવા ઘરેલું વિકલ્પો વિશે જાણીએ જેનો તમે સાબુને બદલે ઉપયોગ કરી શકો છો.

ચણાનો લોટ

ત્વચાને સાફ કરવા માટે પ્રાચીન સમયથી ચણાનો લોટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ક્લીન્ઝીંગ અને એક્સફોલિએટિંગ ગુણધર્મો છે, જે ડેડ સ્કિનને દૂર કરે છે અને ચહેરો સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. દૂધ અથવા ગુલાબજળ સાથે મિક્સ કરીને તેનો ઉપયોગ કરો.

દૂધ

કાચું દૂધ ત્વચા માટે એક ઉત્તમ ક્લીન્ઝર છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને ભેજ પણ જાળવી રાખે છે. તેને કોટન બોલથી ચહેરા પર લગાવો અને થોડીવાર પછી સામાન્ય પાણીથી ધોઈ લો.

મુલતાની માટી

મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે અને પોર્સને સાફ કરે છે. તે પિમ્પલ્સ પણ ઘટાડે છે. તેને ગુલાબજળ સાથે મિક્સ કરીને લગાવો.

એલોવેરા જેલ

એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે, જે પિમ્પલ્સથી છુટકારો અપાવે છે અને ત્વચાને શાંત કરે છે. તેનો ઉપયોગ ફેસ વોશ તરીકે પણ કરી શકાય છે.

મધ

શુદ્ધ મધ ત્વચાને હાઈડ્રેટ કરે છે અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તે ચહેરાને સ્વચ્છ અને નરમ બનાવે છે. તેનાથી ચેહરા પર હળવા હાથે મસાજ કરો અને થોડા સમય બાદ સામાન્ય પાણીથી ધોઈ લો.

હળદર અને દહીં

હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મો છે અને દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. આ મિશ્રણ સ્કિન ટોન સુધારે છે અને ત્વચાને પોષણ આપે છે.

લીમડાનો પાવડર

લીમડાનો પાવડર જંતુઓનો નાશ કરે છે અને પિમ્પલ્સ સામે લડે છે. તેને ગુલાબજળ સાથે ભેળવીને ફેસ પેક તરીકે લગાવો.

ઓટ્સ

ઓટ્સ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને રફનેસને દૂર કરે છે. તેને દૂધ સાથે મિક્સ કરીને સ્ક્રબ તરીકે વાપરી શકો છો.

આ ઘરેલું ઉપાયો તમને સાબુની આડઅસરોથી બચવામાં મદદ કરશે, સાથે તમારી ત્વચા કુદરતી રીતે ચમકશે અને સ્વસ્થ પણ રહેશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.