Beauty Tips / વર્કિંગ વુમન આ 5 સ્ટેપ્સમાં મેળવી શકે છે ગ્લાસ સ્કિન, મેકઅપ કરવાની જરૂર નહીં પડે

સવરે ઉઠતા જ ઓફિસ માટે ભાગદોડ, મીટિંગ્સ, ડેડલાઈન અને ઘરની જવાબદારીઓ સાથે કેટલીક સ્ત્રીઓ ઘણીવાર પોતાને અરીસામાં જોવાનું ભૂલી જાય છે. પરંતુ કલ્પના કરો કે કેવું હોય જો તમારે દરરોજ સવારે મેકઅપ કરવાની જરૂર ન પડે તો? જો તમારી ત્વચા એટલી સ્વસ્થ અને ચમકતી હોય કે લોકો તમને કુદરતી ચમકનું રહસ્ય પૂછે તો કેવું લાગે?
કોરિયન બ્યુટી ટ્રેડમાંથી આવેલી ગ્લાસ સ્કિન, હવે ફક્ત એક સ્વપ્ન નથી. તે એવી ત્વચા છે જે અંદરથી હાઈડ્રેટેડ, ફ્લોલેસ અને એટલી સ્મૂધ છે કે તે સાફ અરીસાની જેમ પ્રકાશને રિફ્લેક્ટ કરે છે. આજે અમે વર્કિંગ વુમન માટે 5 સ્માર્ટ અને સરળ સ્ટેપ્સ વિશે જણાવીશું, જે તેમના રોજિંદા રૂટિનમાં ફિટ થશે.
ડબલ કલીન્ઝિંગ
વર્કિંગ વુમન ઘણીવાર ધૂળ, પ્રદૂષણ અને મેકઅપના સંપર્કમાં રહે છે. ફક્ત એક ફેસ વોશ આ બધી ગંદકીને સંપૂર્ણપણે દૂર નહીં કરી શકે. ગ્લાસ સ્કિન પ્રાપ્ત કરવા માટેનું પહેલું અને સૌથી મહત્ત્વપૂર્ણ સ્ટેપ ડબલ ક્લીન્ઝીંગ છે.
આ માટે સૌપ્રથમ, હળવું ક્લીન્ઝીંગ ઓઈલ અથવા બામ લો અને તેને તમારા ચહેરા પર હળવા હાથે માલિશ કરો જેથી મેકઅપ અને સનસ્ક્રીન સાફ થઈ જાય. આ પછી ફોમિંગ અથવા જેલ બેઝ્ડ ફેસ વોશનો ઉપયોગ કરીને તમારા ચહેરાને ધોઈ લો. આ પદ્ધતિ ત્વચાના પોર્સને ઊંડે સુધી સાફ કરે છે, બ્લેકહેડ્સ ઘટાડે છે અને તેને ચમકદાર બનાવે છે.
ટોનર અને એસેન્સ
સફાઈ કર્યા પછી, ત્વચાનું pH લેવલ બગડે છે અને તેને ભેજની જરૂર હોય છે. આ સમયે હાઈડ્રેટિંગ ટોનર અથવા એસેન્સનો ઉપયોગ કરો. આ ફક્ત પાણી નથી, પરંતુ તેમાં એક્ટિવ તત્વ (જેમ કે હાયલ્યુરોનિક એસિડ અથવા ગ્લિસરીન) હોય છે જે ત્વચાને ભેજયુક્ત બનાવે છે.
આ સ્ટેપમાં, કોટન પેડનો ઉપયોગ કરવાને બદલે, સીધા તમારા હથેળી પર ટોનર/એસેન્સના થોડા ટીપા લો અને તેને તમારી ત્વચામાં હળવા હાથે થપથપાવો. આ પગલું તરત જ ભેજ પ્રદાન કરે છે અને ગ્લાસ સ્કિન ટેક્સચર આપે છે.
વિટામિન C અથવા નિયાસીનામાઇડ સીરમ
ગ્લાસ સ્કિન ફક્ત મોઇશ્ચરાઇઝ્ડ ત્વચા વિશે નથી, તે ફ્લોલેસ અને બ્રાઈટ પણ દેખાવી જોઈએ. આ માટે, તમારા રૂટિનમાં એક્ટિવ સીરમનો સમાવેશ કરવાનું ન ભૂલશો. જો તમારી ત્વચા પર ડાઘ કે પિગમેન્ટેશન હોય, તો વિટામિન C સીરમ પસંદ કરો. તે ત્વચાના રંગને એક સમાન કરે છે.
જો તમારી ત્વચા ઓઈલી હોય અથવા પોર્સ મોટા હોય, તો નિયાસીનામાઇડ સીરમ શ્રેષ્ઠ છે. તે પોર્સને ઘટાડે છે, ઓઈલને બેલેન્સ કરે છે અને ત્વચાને ચમકતી રાખે છે.
મોઇશ્ચરાઇઝર લગાવો
આ સ્ટેપ ભેજને સીલ કરે છે. ગ્લાસ સ્કિન માટે જાડા, ચીકણા ક્રીમની જરૂર નથી. તેના બદલે, હળવું અને = જેલ બેઝ્ડ મોઇશ્ચરાઇઝર પસંદ કરો જે ઝડપથી શોષાય જાય.
જ્યારે તમારી ત્વચા થોડી ભીની હોય ત્યારે મોઇશ્ચરાઇઝર લગાવો (એટલે કે, ટોનર અને સીરમ લગાવ્યા પછી તરત). તે ત્વચામાં ભેજને લોક કરે છે, તેને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રાખે છે અને અંદરથી ચમકદાર બનાવે છે.
સનસ્ક્રીનને ક્યારેય ન ભૂલશો
તમે ઘરની અંદર હોવ કે બહાર, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ અને બ્લુ લાઈટશ તમારી ત્વચાના ગ્લાસ સ્કિન લુકને બગાડી શકે છે. સનસ્ક્રીન એ તમારી ત્વચાને નુકસાનથી બચાવવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઉત્પાદન છે.
દરરોજ SPF 30 કે તેથી વધુની સનસ્ક્રીનનો ઉપયોગ કરો. સનસ્ક્રીન માત્ર ટેનિંગ જ નથી અટકાવતું, પરંતુ તે અકાળ કરચલીઓ અને કાળા ડાઘને રોકવામાં પણ મદદ કરે છે.

