Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Make these beauty products at home with beetroot

Beauty / લિપ બામથી લઈને ટિન્ટ સુધી, બીટનો ઉપયોગ કરીને ઘરે બનાવો આ 5 બ્યુટી પ્રોડક્ટ્સ

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Beauty / લિપ બામથી લઈને ટિન્ટ સુધી, બીટનો ઉપયોગ કરીને ઘરે બનાવો આ 5 બ્યુટી પ્રોડક્ટ્સ
સોર્સ : GSTV

બીટને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. તે ફાઈબર, ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામિન C, ફાઈબર અને આયર્નનો સારો સ્ત્રોત છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેમાં પાણી પણ ભરપૂર હોય છે. બીટનો ઉપયોગ સલાડ, જ્યુસ, રાયતા અને અન્ય ઘણા સ્વરૂપોમાં થાય છે. તેનો રંગ ઘણીવાર ગુલાબી અથવા ઘેરો જાંબલી હોય છે અને તેને ખાધા પછી તેનો રંગ થોડા સમય માટે મોંમાં રહે છે. તમે ઘરે તેમાંથી ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી શકાય છે.

App Store

તમે બીટના અર્કમાંથી બનાવેલા લિપ બામ, ક્રીમ, બ્લશ અને અન્ય વસ્તુઓ વિશે સાંભળ્યું હશે. જોકે, બજારમાં ઉપલબ્ધ આ બ્યુટી પ્રોડક્ટ્સમાં વિવિધ કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી, તમે બીટનો ઉપયોગ કરીને ઘરે જ બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી શકો છો, જે સંપૂર્ણપણે કુદરતી હશે. ચાલો જાણીએ કે બીટનો ઉપયોગ કરીને તમે ઘરે કયા બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી શકો છો.

બીટનો લિપ બામ

લિપ બામ બનાવવા માટે, એક સામાન્ય કદના બીટને ધોઈને છોલીને તેના નાના ટુકડા કરો. હવે તેને મિક્સર અથવા જ્યુસરમાં પીસી લો. આ પાછી કાપડ અથવા ચાળણીનો ઉપયોગ કરીને રસ કાઢી લો. બીટના રસને એક નાના પેનમાં ધીમા તાપે મૂકો. તે ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો, લગભગ 1થી 2 ચમચી રસ બચે ત્યારે ગેસની આંચ બંધ કરી દો. તેને ઠંડુ થવા દો. હવે તેમાં નારિયેળ તેલ અને ઓગાળેલા મીણને સારી રીતે મિક્સ કરો.

તેમાં બદામ તેલના થોડા ટીપાં અથવા વિટામિન E કેપ્સ્યુલ પણ મિક્સ કરી શકો છો. છેલ્લે તેને નાના કન્ટેનર અથવા લિપ બામના ખાલી બોક્સમાં રેડો. તેને સેટ થવા દો. આ લિપ બામ હોઠને મોઇશ્ચરાઇઝ કરવામાં અને કુદરતી રીતે ગુલાબી બનાવવામાં મદદ કરશે. તેને 15થી 20 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.

બીટનો ફેસ પેક

આ તૈયાર કરવા માટે, પહેલા બીટને ધોઈને નાના ટુકડા કરો. તેને મિક્સરમાં પીસી લો. પછી, સુતરાઉ કાપડ અથવા ચાળણીનો ઉપયોગ કરીને રસ કાઢો. બીટના રસને ચણાનો લોટ, મુલતાની માટી અને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. આ ત્વચાને સાફ અને ચમકદાર બનાવવા સાથે ત્વચાનો રંગ સુધારવામાં મદદ કરી શકે છે. આ ફેસ પેકને પહેલીવાર લગાવતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરો.

બીટ લિક્વિડ બ્લશ અથવા ટિન્ટ

આ તૈયાર કરવા માટે પહેલા બીટને ધોઈને તેને છોલી લો, હવે તેને છીણીને તેનો રસ કાઢો. આ પછી તેમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉમેરો. આ મિશ્રણને એક નાની કાચની બોટલમાં રેડો અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. તેને તમારી આંગળીઓથી તમારા ગાલ અથવા હોઠ પર લગાવી શકો છો. આનાથી 2 મિનિટમાં તમને કુદરતી રીતે ગુલાબી ચમક મળશે. જો રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો આ ટિન્ટ 4થી 5 દિવસ સુધી ટકી શકે છે. પહેલીવાર લગાવતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરો. ધ્યાનમાં રાખો કે બીટનો રંગ ખૂબ જ ઘેરો હોય છે, તેથી તેને થોડું જ લગાવો.

બીટ બ્લશ પાવડર

બ્લશ બનાવવા માટે, બીટ લો અને તેને છીણી લો. તેને તડકામાં અથવા માઇક્રોવેવમાં સુકવી લો. પછી તેને પાવડરમાં પીસી લો. તેમાં કોર્નસ્ટાર્ચ અને ગુલાબજળ ઉમેરો. તેને નાના કન્ટેનરમાં સ્ટોર કરો. તમે તેનો ઉપયોગ બ્લશ તરીકે કરી શકો છો, પરંતુ તેનો ઉપયોગ 4થી 5 દિવસથી વધુ સમય સુધી ન કરશો.

બીટ ટોનર

આ બનાવવા માટે, બીટને ધોઈને છોલીને નાના ટુકડા કરી લો. હવે તેને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. આ પછી તેને ગાળી લો. આ રસમાં થોડું ગુલાબજળ અને એલોવેરા જેલ ઉમેરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો. તેનો ઉપયોગ 4થી 5 દિવસ સુધી કરી શકાય છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.