Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Use aloe vera gel and coconut oil like this for dry skin in winter

Skin Care / શિયાળામાં ડ્રાય સ્કિન માટે આ રીતે કરો એલોવેરા જેલ અને નાળિયેર તેલનો ઉપયોગ, ત્વચા બનશે મુલાયમ

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Skin Care / શિયાળામાં ડ્રાય સ્કિન માટે આ રીતે કરો એલોવેરા જેલ અને નાળિયેર તેલનો ઉપયોગ, ત્વચા બનશે મુલાયમ
સોર્સ : GSTV

મહિલાઓ શિયાળા દરમિયાન ચહેરાની સુંદરતા જાળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કેટલીક મહિલાઓ તેમની ત્વચાને સ્વસ્થ રાખવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલીક મહિલાઓ વિવિધ સ્કિન ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જો તમે પણ શિયાળા દરમિયાન ચમકતી ત્વચા ઈચ્છતા હો, તો તમે એલોવેરા જેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરીને તમારા ચહેરાની સુંદરતા જાળવી શકો છો. ચાલો અમે તમને તેના તેના વિશે જણાવીએ.

App Store

નાળિયેર તેલ અને એલોવેરા જેલની પેસ્ટ

જો તમે પણ શિયાળાની ઋતુમાં તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માંગતા હોવ, તો તમે એલોવેરા જેલ અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુઓ ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો તેમના ઉપયોગો વિશે જાણીએ. તમે આ બે વસ્તુમાંથી એક ખાસ પેસ્ટ તૈયાર કરી શકો છો.

પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • એલોવેરા જેલ
  • ગ્લિસરીન
  • નાળિયેર તેલ
  • ગુલાબજળ

પેસ્ટ કેવી રીતે બનાવવી?

  • સૌથી પહેલા એક બાઉલમાં એલોવેરા જેલ, ગ્લિસરીન, નાળિયેર તેલ અને ગુલાબજળ લો.
  • હવે આ બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો.
  • આ પેસ્ટને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવો, પછી તેને ધોઈ લો.
  • આ પેસ્ટ તમારી ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરશે.
  • તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

નાળિયેર તેલ અને એલોવેરા જેલ

આ સિવાય તમે નાળિયેર તેલ અને એલોવેરા જેલ બંને મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. આ પેસ્ટથી પણ ઘણો ફાયદો થઈ શકે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.