Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Face shine will be doubled! Wonderful for the skin this old-fashioned desi homemade recipe

ચહેરાની ચમક થશે બમણી! ત્વચા માટે અદભુત છે જૂના જમાનાના આ દેશી ઘરગથ્થુ નુસખા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ચહેરાની ચમક થશે બમણી! ત્વચા માટે અદભુત છે જૂના જમાનાના આ દેશી ઘરગથ્થુ નુસખા
સોર્સ : gstv

ત્વચાની સંભાળ માટે બજારમાં તમને હજારો રૂપિયામાં મળતા પ્રોડક્ટ્સ મળી જશે તો વળી અનેક કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. આવી જ રીતે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે ન જાણે કેટલીય રીલ્સ આપણી સામે આવે છે, જેમાં DIY સ્કિન કેરની ટિપ્સ આપેલી હોય છે, પરંતુ આ બધી વસ્તુઓથી આડઅસર (સાઇડ ઇફેક્ટ) થવાનો ડર પણ રહે છે. જૂના જમાનામાં જ્યારે આ બધી વસ્તુઓ આટલી પોપ્યુલર નહોતી ત્યારે લોકો પોતાની ત્વચાની સંભાળમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તમે આજના સમયમાં પણ આ વસ્તુઓને તમારા સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકો છો.

App Store

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે સ્વાસ્થ્યની સાથે જ ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. આ સાથે જ આજના સમયમાં પ્રદૂષણ અને કેમિકલવાળા પ્રોડક્ટ્સ પણ સ્કિનને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે લોકો ફરીથી નેચરલ અને હર્બલ વસ્તુઓ તરફ વળી રહ્યા છે. અહીં જાણો એવી વસ્તુઓ વિશે જેને લોકો ત્વચાની સંભાળ માટે જૂના જમાનામાં ઉપયોગ કરતા હતા.

મુલ્તાની માટીનો લેપ

પહેલાના સમયમાં ત્વચાની સાથે જ વાળની સંભાળમાં મુલ્તાની માટીનો ઉપયોગ ખૂબ કરવામાં આવતો હતો. તે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે અને સનબર્નથી લાલ થતી સ્કિનને પણ કૂલિંગ તથા સૂધિંગ ઇફેક્ટ આપે છે. ઉનાળાની ઋતુમાં મુલ્તાની માટી ત્વચા માટે ખૂબ ફાયદાકારક રહે છે. તેને પાણીમાં પલાળીને રાખો અથવા તો પાવડર બનાવીને તરત જ ગુલાબજળ સાથે પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો.

અસલી ચંદનનો લેપ

પહેલાના સમયમાં લોકો ત્વચા માટે ચંદનનો ઉપયોગ ખૂબ વધારે કરતા હતા. આજે માર્કેટમાં ચંદન પાવડર મળી જાય છે, પરંતુ જૂના જમાનામાં અસલી ચંદનનું લાકડું ઘસીને તેનો ત્વચા પર લેપ લગાવવામાં આવતો હતો. આ તમારી સ્કિન માટે અત્યંત ફાયદાકારક રહે છે. જો સ્ટ્રેસ અને ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો પણ ચંદનનો લેપ તરત જ રાહત આપે છે.

દૂધની મલાઈનો થતો હતો ઉપયોગ

પહેલાના સમયમાં લોકો દૂધની મલાઈ પણ સ્કિન કેરમાં વાપરતા હતા. મલાઈમાં ચપટી હળદર ભેળવીને ચહેરા અને હાથ-પગની ત્વચા પર લગાવો. થોડી વાર પછી હળવા હાથે મસાજ કરતા તેને સાફ કરી લો અને ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. ખાસ કરીને રૂક્ષ (ડ્રાય) ત્વચા વાળા લોકો માટે આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

ટોપિક્સ:GSTV NewsGujarati News