Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Coffee will bring back the lost glow of your skin: Make these 5 easy DIY face packs at home

Beauty Tips: ત્વચાનો ખોવાયેલો ગ્લો પાછો લાવશે કોફી: ઘરે જ બનાવો આ 5 સરળ DIY ફેસ પેક

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Beauty Tips: ત્વચાનો ખોવાયેલો ગ્લો પાછો લાવશે કોફી: ઘરે જ બનાવો આ 5 સરળ DIY ફેસ પેક
સોર્સ : GSTV

તડકો, પ્રદૂષણ અને ગંદકીના કારણે ઘણીવાર ત્વચા (સ્કીન) પોતાનો નેચરલ ગ્લો ખોઈ બેસે છે અને ટેનિંગ દેખાવા લાગે છે. આવા સમયે કેમિકલ પ્રોડક્ટ્સના બદલે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ (કુદરતી વસ્તુઓ)થી સ્કીનની સંભાળ રાખવી વધારે અસરકારક અને સુરક્ષિત રહે છે.

App Store

કોફી માત્ર તમારી સવારને જ એનર્જેટિક નથી બનાવતી, પરંતુ તે સ્કીનનું ડીપ ક્લીનિંગ કરીને તેને બ્રાઈટ અને ગ્લોઈંગ બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને કેફીન સ્કીનની ડલનેસને ઓછી કરે છે અને ટેનિંગ હટાવવામાં અસરકારક છે. ચાલો જાણીએ કોફીના કેટલાક સરળ અને અસરકારક ઘરગથ્થુ નુસ્ખાઓ, જે ઘરે બેઠા જ તમારી સ્કીનને નિખારી શકે છે.

૧. કોફી અને દહીં ફેસ પેક

કોફીમાં રહેલા એક્સફોલિએટિંગ ગુણો સ્કીનના ડેડ સેલ્સ (મૃત કોષો) ને દૂર કરે છે, જ્યારે દહીં સ્કીનને મોઇશ્ચરાઇઝ કરે છે.

  • ઉપયોગ કરવાની રીત: એક ટેબલસ્પૂન કોફી પાવડરમાં એક ટેબલસ્પૂન દહીં મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. ૧૫ મિનિટ પછી નવશેકા (હુંફાળા) પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ટેનિંગ દૂર થશે અને સ્કીન ટોન બ્રાઈટ બનશે.

૨. કોફી અને લીંબુનો માસ્ક

લીંબુમાં રહેલું વિટામિન-સી સ્કીનને નેચરલી બ્રાઈટ કરે છે અને ડાર્ક સ્પોટ્સ (કાળા ડાઘ) ને હળવા કરે છે.

  • ઉપયોગ કરવાની રીત: એક ટેબલસ્પૂન કોફી પાવડરમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને ૧૦ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક સ્કીમમાં તરત જ ફ્રેશનેસ અને બ્રાઈટનેસ લાવે છે.

૩. કોફી અને મધનો સ્ક્રબ

મધ સ્કીનને સોફ્ટ (મુલાયમ) બનાવે છે અને કોફી સ્કીનના ઉપરના પડની ઊંડાણપૂર્વક સફાઈ કરે છે.

  • ઉપયોગ કરવાની રીત: એક ટેબલસ્પૂન કોફી પાવડરમાં એક ટીસ્પૂન મધ મિક્સ કરીને તેને ચહેરા પર હળવા હાથે ૨-૩ મિનિટ સુધી સ્ક્રબ કરો (રગડો) અને પછી પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ બ્લેકહેડ્સ હટાવવામાં અને સ્કીનને સ્મૂધ બનાવવામાં કારગર છે.

૪. કોફી અને એલોવેરા જેલ પેક

એલોવેરા સ્કીનને ઠંડક આપે છે અને હાઇડ્રેશન જાળવી રાખે છે, જેનાથી સ્કીન ટોન એકસરખો દેખાય છે.

  • ઉપયોગ કરવાની રીત: એક ટેબલસ્પૂન કોફી પાવડરમાં બે ટેબલસ્પૂન એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ પછી ધોઈ લો. આનાથી સ્કીન ટેન-ફ્રી અને ગ્લોઈંગ બનશે.

૫. કોફી અને ગુલાબજળ ટોનર

કોફી અને ગુલાબજળનું કોમ્બિનેશન સ્કીનને રિફ્રેશ કરે છે અને ટોનને નેચરલી બ્રાઈટ બનાવે છે.

  • ઉપયોગ કરવાની રીત: એક કપ પાણીમાં એક ટીસ્પૂન કોફી ઉકાળો. ઠંડી થાય એટલે તેમાં ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને રોજ ચહેરા પર ટોનરની જેમ ઉપયોગ કરો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:

  • અઠવાડિયામાં ૨-૩ વાર આ પેકનો ઉપયોગ કરો.

  • તડકામાં બહાર જતાં પહેલાં સનસ્ક્રીન જરૂર લગાવો.

  • પૂરતા પ્રમાણમાં પાણી પીઓ અને હેલ્ધી ડાયટ લો, જેથી સ્કીન અંદરથી હેલ્ધી રહે.