વાળના સ્વાસ્થ્યની સાથે તમારો મૂડ પણ સારો રહેશે... જાણો કોરિયન હેડ સ્પા અને તેના ફાયદાઓ

હેર કેર એ સેલ્ફ-કેરનો એક આવશ્યક ભાગ છે. તમે તમારા વાળ શેમ્પૂ કરો છો, તેને કન્ડિશન કરો છો અને સીરમ લગાવો છો, પરંતુ શું તમે ક્યારેય તમારા સ્કેલ્પના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો છો? સ્વસ્થ સ્કેલ્પ તમારા વાળને મૂળથી મજબૂત બનાવશે. ભૂતકાળમાંસ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરવા માટે તેલ માલિશનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે થોડા જ લોકો આ પ્રથાને અનુસરે છે. કોરિયન હેડ સ્પા લોકપ્રિયતા મેળવી રહ્યું છે અને એક અદ્ભુત અનુભવ હોઈ શકે છે.
કોરિયન હેડ સ્પાને સામાન્ય હેર સ્પા કરતા તદ્દન અલગ અને અનોખા માનવામાં આવે છે. તે ફક્ત વાળને નરમ કરવા પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા, પરંતુ સ્કેલ્પ પર પણ કામ કરે છે, સ્વસ્થ વાળના મૂળને પ્રોત્સાહન આપે છે. તે તમારા મૂડને પણ વેગ આપશે, કારણ કે એક સેશન ખૂબ જ આરામદાયક હોઈ શકે છે અને તણાવ ઘટાડી શકે છે.
કોરિયન હેડ સ્પાની ખાસ વિશેષતાઓ શું છે?
સ્કેલ્પનું વિશ્લેષણ
કોરિયન હેડ સ્પાને સૌથી અલગ બનાવતી પહેલી વસ્તુ સ્કેલ્પનું વિશ્લેષણ છે. ટ્રીટમેન્ટ પહેલા સ્કેલ્પનું માઇક્રોસ્કોપિક કેમેરાથી નજીકથી પરીક્ષણ કરવામાં આવે છે. આ ફૂગ, ખોડો, ગંદકી, ઉત્પાદન જમાવટ અને તેલની હાજરી દર્શાવે છે.
ડીપ ડિટોક્સિફિકેશન
બીજી પ્રક્રિયામાં ફક્ત શેમ્પૂ કરવાને બદલે સ્કેલ્પના ડીપ ક્લીન્ઝીંગનો સમાવેશ થાય છે. આમાં સ્કેલ્પને એક્સફોલિએટ કરવાનો સમાવેશ થાય છે, ત્યારબાદ કલોરિફાઈંગ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. આ માત્ર ગંદકી જ નહીં પરંતુ જૂના મિનરલ, પ્રદૂષણના કણો, બ્યુટી પ્રોડક્ટ્સનો જમાવટ અને ડેડ સ્કિનને પણ દૂર કરે છે.
માલિશ
આ હેડ સ્પામાં ખાસ પગલા સાથે સ્કેલ્પની માલિશનો સમાવેશ થાય છે જે ખૂબ જ આરામદાયક લાગશે. વાઈબ્રેટિંગ ટૂલ્સનો ઉપયોગ સ્કેલ્પની માલિશ કરવા માટે પણ થાય છે, જેમાં મસાજ બોલ રોલર્સનો સમાવેશ થાય છે. આ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને વાળના ફોલિકલ્સને પોષણ પહોંચાડવામાં મદદ કરે છે. આખી પ્રક્રિયા ખૂબ જ આરામદાયક છે. તેમાં ખભા અને ગરદનની માલિશનો પણ સમાવેશ થાય છે, જે જડતા અને પીડાને રાહત આપે છે.
લેટેસ્ટ ટેકનીકનો ઉપયોગ
કોરિયન હેડ સ્પા લેટેસ્ટ ટેકનીકનો ઉપયોગ કરે છે, જેમ કે LED થેરાપી અને માઇક્રો-મિસ્ટ સ્ટીમર્સ. વધુમાં, તેઓ મોટે ભાગે કુદરતી હર્બલ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જે વાળને નુકસાન નથી પહોંચાડતા.








