Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી : According to medical science, the range of BP changes with age, see the blood pressure chart here

Health Tips: મેડિકલ સાયન્સ અનુસાર ઉંમર પ્રમાણે બદલાય છે BPની રેન્જ, અહી જુઓ બ્લડ પ્રેશર ચાર્ટ

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips: મેડિકલ સાયન્સ અનુસાર ઉંમર પ્રમાણે બદલાય છે BPની રેન્જ, અહી જુઓ બ્લડ પ્રેશર ચાર્ટ
સોર્સ : GSTV

Blood Pressure Chart for 18 to 60 years: WHO અને અમેરિકન હાર્ટ એસોસિએશનના ધોરણો મુજબ, 18 થી 60 વર્ષ સુધીની વ્યક્તિઓમાં બ્લડ પ્રેશરનું સ્તર બદલાતું રહે છે. જો તમે પણ બીપીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો અથવા તમારા પરિવારના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો, તો આ ચાર્ટ જુઓ.

App Store

બ્લડ પ્રેશરને 'સાયલન્ટ કિલર' કહેવામાં આવે છે, કારણ કે ઘણીવાર તેના લક્ષણો ત્યાં સુધી દેખાતા નથી જ્યાં સુધી સ્થિતિ ગંભીર ન બની જાય. પરંતુ ઉંમર પ્રમાણે સાચી રેન્જની જાણકારી હોવી એ જ આનાથી બચવાનું પ્રથમ પગલું છે. શું તમે જાણો છો કે ઉંમરના દરેક પડાવ પર તમારા હૃદયના ધબકારા અને નસોનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર (BP) બદલાઈ જાય છે? સામાન્ય રીતે આપણે 120/80 ને જ પરફેક્ટ માની લઈએ છીએ, પરંતુ મેડિકલ સાયન્સ અનુસાર 18 વર્ષના યુવાન અને 60 વર્ષના વડીલ માટે સામાન્ય બીપીના માપદંડો અલગ-અલગ હોઈ શકે છે.

ઉંમર સામાન્ય BP
18-40 વર્ષ 120/80
40-60 વર્ષ 130/85
60+ વર્ષ 140/90 સુધી

BP શું હોય છે?

બ્લડ પ્રેશર એ દબાણ છે જેના દ્વારા તમારું લોહી ધમનીઓમાં વહે છે. બીપીને બે સંખ્યાઓમાં માપવામાં આવે છે:

સિસ્ટોલિક BP (ઉપરની સંખ્યા): જ્યારે હૃદય લોહીને પમ્પ કરે છે.
ડાયસ્ટોલિક BP (નીચેની સંખ્યા): જ્યારે હૃદય આરામ કરે છે.
સામાન્ય રીતે 120/80 mmHg બીપીને નોર્મલ બ્લડ પ્રેશર માનવામાં આવે છે.

આયુ (ઉંમર) ન્યૂનતમ (Minimum) સામાન્ય (Normal) મહત્તમ (Maximum)
૧ થી ૧૨ મહિના ૭૫/૫૦ ૯૦/૬૦ ૧૦૦/૭૫
૧ થી ૫ વર્ષ ૮૦/૫૫ ૯૫/૬૫ ૧૧૦/૭૯
૬ થી ૧૩ વર્ષ ૯૦/૬૦ ૧૦૫/૭૦ ૧૧૫/૮૦
૧૪ થી ૧૯ વર્ષ ૧૦૫/૭૩ ૧૧૭/૭૭ ૧૨૦/૮૧
૨૦ થી ૨૪ વર્ષ ૧૦૮/૭૫ ૧૨૦/૭૯ ૧૩૨/૮૩
૨૫ થી ૨૯ વર્ષ ૧૦૯/૭૬ ૧૨૧/૮૦ ૧૩૩/૮૪
૩૦ થી ૩૪ વર્ષ ૧૧૦/૭૭ ૧૨૨/૮૧ ૧૩૪/૮૫
૩૫ થી ૩૯ વર્ષ ૧૧૧/૭૮ ૧૨૩/૮૨ ૧૩૫/૮૬
૪૦ થી ૪૪ વર્ષ ૧૧૨/૭૯ ૧૨૫/૮૩ ૧૩૭/૮૭
૪૫ થી ૪૯ વર્ષ ૧૧૫/૮૦ ૧૨૭/૮૪ ૧૩૯/૮૮
૫૦ થી ૫૪ વર્ષ ૧૧૬/૮૧ ૧૨૯/૮૫ ૧૪૨/૮૯
૫૫ થી ૫૯ વર્ષ ૧૧૮/૮૨ ૧૩૧/૮૬ ૧૪૪/૯૦
૬૦ થી ૬૪ વર્ષ ૧૨૧/૮૩ ૧૩૪/૮૭ ૧૪૭/૯૧

 

બીપી કેટલું હોવું જોઈએ?

નોર્મલ બીપી - 120/80 mmHg 
પ્રી-હાયપરટેન્શન - 120–129 / 80 mmHg થી ઓછું 
હાઈ બીપી (High BP) -  130/80 mmHg કે તેથી વધુ 
લો બીપી (Low BP) -  90/60 mmHg થી ઓછું 

નોંધ: જો તમારું બીપી વારંવાર નોર્મલથી ઉપર કે નીચે જઈ રહ્યું હોય, તો તે ચેતવણીનો સંકેત હોઈ શકે છે.

હાઈ બીપી (High BP) ના લક્ષણો

* માથાનો દુખાવો થવો
* ચક્કર આવવા
* આંખે ધૂંધળું દેખાવું
* છાતીમાં દુખાવો થવો
* શ્વાસ લેવામાં તકલીફ
* નાકમાંથી લોહી નીકળવું

લો બીપી (Low BP) ના લક્ષણો

* ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીની કમી)
* શરીરમાં લોહીની કમી
* હૃદયની સમસ્યાઓ
* નબળાઈ, બેહોશી અથવા ઠંડો પરસેવો 
* ધબકારા વધી જવા

બીપી વધવા માટેના જવાબદાર કારણો

* મીઠાનો વધુ પડતો વપરાશ
* વધતું જતું વજન (મેદસ્વીતા)
* વધારે પડતો માનસિક તણાવ
* ધૂમ્રપાન અને દારૂની આદત
* ડાયાબિટીસ
* હોર્મોનલ સમસ્યાઓ

બીપી ઘટવા માટેના જવાબદાર કારણો

* ડિહાઈડ્રેશન
* લોહીની કમી
* હૃદયની બીમારીઓ

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતીનો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.