Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Zelensky spoke to PM Modi before Trump Putin meeting

ટ્રમ્પ- પુતિનની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીએ PM MODIને લગાવ્યો ફોન, જાણો શું થઈ વાત

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પ- પુતિનની મુલાકાત પહેલા ઝેલેન્સ્કીએ PM MODIને લગાવ્યો ફોન, જાણો શું થઈ વાત
સોર્સ : GOOGLE

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થનારી મહત્વપૂર્ણ બેઠક પહેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ સોમવારે PM મોદી સાથે લાંબી ટેલિફોનિક વાતચીત કરી હતી. ઝેલેન્સકીએ પોતે ટ્વિટ કરીને આ અંગે માહિતી શેર કરતાં કહ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વર્તમાન રાજદ્વારી પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી હતી. ઝેલેન્સકીએ પીએમ મોદીનો તેમના સમર્થનના શબ્દો બદલ આભાર માન્યો હતો. આ સાથે રશિયા દ્વારા તાજેતરના હુમલાઓ વિશે માહિતી પણ આપી હતી.

App Store

ઝેલેન્સકીએ X પર લખ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઈકાલે ઝાપોરિઝિયામાં બસ સ્ટેશન પર થયેલા રશિયન હુમલા વિશે વાત કરી હતી. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. મેં તેમને કહ્યું હતું કે રશિયા યુદ્ધ બંધ કરવાની રાજદ્વારી શક્યતાઓ હોવા છતાં ફક્ત કબજો અને હત્યાઓ ચાલુ રાખવા માંગે છે. 

યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તેમના શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે અને માને છે કે યુક્રેન સંબંધિત નિર્ણયો યુક્રેનની ભાગીદારી વિના લેવા જોઈએ નહીં. તેમણે રશિયા પર ક્રૂડ નિકાસ મર્યાદિત કરવા અને તેમની યુદ્ધ ક્ષમતા ઘટાડવા માટે પાબંદીઓની જરૂરિયાત અંગે પણ વાત કરી હતી.