Video: કાશ્મીરી નમદા કળાના સંરક્ષણ માટે વર્કશોપ

શ્રીનગરમાં લુપ્ત થતી જતી પરંપરાગત કાશ્મીરી નમદા કળાને બચાવવા અને નવી પેઢીને કૌશલ્ય પ્રદાન કરવા માટે તાલીમ વર્કશોપ યોજાયો હતો . આ શિબિરમાં કારીગરો અને યુવાનોને ઊનના નમદા ગાલીચા બનાવવાની પ્રાચીન તકનીકો અને ડિઝાઇન અંગે વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી . આ પહેલથી સ્થાનિક હસ્તકલાને નવી ઓળખ મળશે તેમજ કારીગરોને આત્મનિર્ભર બનવા અને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે.
જાહેરાત














