Delhiના કાશ્મીરી ગેટ પાસે હિટ એન્ડ રન: રિક્ષાને ટક્કર મારી ભાગતી કારે 6 ને કચડ્યા, 2 ના મોત

Delhiના કાશ્મીરી ગેટ પાસે હિટ એન્ડ રન: રિક્ષાને ટક્કર મારી ભાગતા કારે 6 ને કચડ્યા, 2 ના મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં આવેલા યુધિષ્ઠિર સેતુ પર 17 અને 18 નવેમ્બરની મધ્યરાત્રિએ એક પૂરપાટ ઝડપે આવતી કારે પહેલા એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી અને ત્યારબાદ ભાગવાની કોશિશમાં અન્ય 6 લોકોને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 8 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત સર્જનાર આરોપી ડ્રાઈવર હજુ પણ ફરાર છે. પોલીસે શરૂઆતમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો કેસ નોંધ્યો હતો, પરંતુ બે લોકોના મોત બાદ હવે FIR માં કલમ 108 પણ ઉમેરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કાર અત્યંત પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ જ ઝડપમાં કારે યુધિષ્ઠિર સેતુ પર એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ઓટોને ટક્કર માર્યા બાદ કારચાલકે ત્યાં ઊભા રહેવાને બદલે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભાગવાની ઉતાવળમાં બેકાબૂ કારે રસ્તા પર રહેલા અન્ય 6 લોકોને પણ અડફેટે લઈ કચડી નાખ્યા હતા. એટલે કે એક ટક્કર બાદ આ અકસ્માત વધુ ભયાનક બની ગયો હતો. અંતે કાર ત્યાં જ રોકાઈ ગઈ હતી.

જાહેરાત

અકસ્માત બાદ તમામ 8 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ આ દરમિયાન 2 લોકોના જીવ બચાવી શકાયા ન હતા. આ બંને વ્યક્તિઓના ગઈકાલે મોત થયા હતા. હવે આ ઘટના માત્ર ઈજા પહોંચાડવાની નહીં, પરંતુ જીવલેણ અકસ્માતનો ગંભીર મામલો બની ગઈ છે.

આ મામલે પોલીસે શરૂઆતમાં બેદરકારી અને જોખમી રીતે વાહન ચલાવવાનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બે લોકોના મોત થયા બાદ હવે FIR માં કલમ 108 નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આરોપી ડ્રાઈવર હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી અને તે ફરાર છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત