મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નક્સલબારીમાં મહિલા હેલ્પ ડેસ્ક શરૂ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલબારી પોલીસ સ્ટેશનમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે ખાસ મહિલા હેલ્પ ડેસ્ક ની શર

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલબારી પોલીસ સ્ટેશનમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે ખાસ મહિલા હેલ્પ ડેસ્ક ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે દાર્જિલિંગના પોલીસ અધિક્ષક પ્રતીક્ષા ઝારખરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્પ ડેસ્ક શરૂ થવાના વીડિયો દ્રશ્યો પણ સામે આવ્યા છે.એસપી પ્રતીક્ષા ઝારખરિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ડેસ્કનો મુખ્ય હેતુ પીડિત મહિલાઓને કોઈપણ ડર વગર પોતાની ફરિયાદો નોંધાવવા માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. અહીં ૨૪ કલાક મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે  જેઓ મહિલાઓના કેસોની સંવેદનશીલતાથી તપાસ કરશે.

આ સમાચાર શેર કરો