ઉત્તર પ્રદેશમાં ખરાબ પ્રદર્શન બાદ યોગીને હટાવશે ભાજપ? કેજરીવાલે કરી હતી ભવિષ્યવાણી
ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં ભાજપન

ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં ભાજપની સાથે સાથે સહયોગી પક્ષોને પણ ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. અપના દળ એસ મિર્જાપુર અને રોબર્ટ્સ ગંજ લોકસભા બેઠક પર પાછળ રહી ગઇ છે. સુભાસપાને પણ ઘોસી લોકસભા બેઠક પર ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી આવેલા વલણમાં ભાજપ કેટલીક બેઠક પર પછડાઇ રહી છે. ઇન્ડિયા ગઠબંધને ઉત્તર પ્રદેશમાં 80 બેઠકમાંથી 42 પર લીડ મેળવી છે. ભાજપના નેતૃત્વ ધરાવતું NDA 37 બેઠક પર આગળ છે. એક બેઠક પર આઝાદ સમાજ પાર્ટીને જીત મળતી જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિમાં આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન ચર્ચામાં છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી બાદ યુપીમાં સત્તા પરિવર્તન થશે. યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવશે.
કેજરીવાલે શું કહ્યું હતું?
લખનૌમાં ઇન્ડિયા ગઠબંધનની પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મોટો દાવો કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હી આવ્યા હતા, તેમને મને ગાળો બોલી હતી.યોગીજી, હું તમને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે તમારા અસલી દુશ્મન તમારી જ પાર્ટીમાં છે. ભાજપમાં પોતાના દુશ્મન સામે લડો. તમે કેજરીવાલને ગાળો કેમ બોલી રહ્યાં છો?
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમને હટાવવા માંગે છે. તમને યુપીના મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવવાની પુરી તૈયારી ચાલી રહી છે. તમે તેની સામે લડો. કેજરીવાલે લોકોને કહ્યું હતું કે ઇન્ડિયાને બચાવવું છે તો ઇન્ડિયા ગઠબંધનને જીતાડવાનું છે.








