Video: ઓમાનમાં અંડર-19 એશિયા કપ જીતીને અન્વય દ્રવિડ અને વિન્નેશ ચેન્નાઈ પરત ફર્યા

સોર્સ: gstv

ઓમાનમાં યોજાયેલી અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતીને ભારતીય ટીમના ખેલાડીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન એશિયા કપ વિજેતા ક્રિકેટર અન્વય દ્રવિડ અને તમિલનાડુના ખેલાડી વી.કે. વિન્નેશ ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એશિયા કપ જીત્યા બાદ અન્વય દ્રવિડે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ફાઇનલ મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો અને એક સમયે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોવાનું લાગતું હતું. જોકે, ખેલાડીઓએ શાનદાર વાપસી કરીને ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. આગામી 26 નવેમ્બરથી શરૂ થનારી કૂચ બિહાર ટ્રોફી માટે હવે તેઓ તૈયારી શરૂ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત