Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : “We rode in a van like a wanted criminal for 2 hours, felt like kidnapping”: Mamata Banerjee's big bang after detention in Delhi

VIDEO: "અમને વોન્ટેડ ગુનેગારની જેમ વાનમાં બેસાડી ૨ કલાક ફેરવ્યા, કિડનેપિંગ જેવો અહેસાસ થયો": દિલ્હીમાં અટકાયત બાદ મમતા બેનરજીનો મોટો ધડાકો

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ દિલ્હીમાં પોતાની અને અન્ય નેતાઓની અટકાયતને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે. જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જતાં અટકાયતમાં લેવાયા બાદ તેમણે પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

App Store

ઘટનાની વિગતો આપતાં મમતા બેનરજીએ જણાવ્યું કે, "અમે જંતર-મંતર જવા માંગતા હતા કારણ કે અભિજીત દીપકેએ તેમના કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉ ઘણી વખત આમંત્રણ આપ્યું હતું. આ વખતે દિલ્હી આવી ત્યારે મને થયું કે મારે ચોક્કસપણે ત્યાં જવું જોઈએ. ગઈકાલે 'ઈન્ડિયા' ગઠબંધનનો પણ કાર્યક્રમ હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં અમારા નિવાસસ્થાન બહાર તૈનાત પોલીસકર્મીઓને પૂછ્યું કે શું અમને જંતર-મંતર જવા દેવામાં આવશે? તેમણે સીધું જ કહી દીધું કે તેઓ અમને ત્યાં જવા નહીં દે અને રસ્તામાં જ રોકી દેશે. અમારો એકમાત્ર ઈરાદો એ હતો કે જો મુદ્દો વાજબી હોય તો દરેક વ્યક્તિએ તેને સમર્થન આપવું જોઈએ."

તેમણે આગળ જણાવ્યું કે, "અમને આગળ વધવા ન દેવાયા એટલે અમે અમારા ઘરની સામે આવેલા બસ સ્ટેન્ડ પર બેસી ગયા. ત્યારબાદ પોલીસ કાફલો પહોંચ્યો અને કહ્યું કે ત્રણ લોકો પણ એકસાથે ઊભા રહી શકશે નહીં. અમે ત્રણ-ત્રણના જૂથ વચ્ચે યોગ્ય અંતર રાખીને બેઠા. તેમ છતાં, એક જ મિનિટમાં તેમણે અમને બળજબરીપૂર્વક હટાવી લીધા અને જાણે અમે કોઈ વોન્ટેડ ગુનેગાર હોઈએ તેમ પ્રિઝન વાનમાં ઠાંસી દીધા. મેં મારા જીવનમાં આવો અનુભવ ક્યારેય નથી કર્યો કે મને આ રીતે પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવે."

પોલીસના વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, "તેઓ અમને વાનમાં બેસાડીને સતત બે કલાક સુધી દિલ્હીના રસ્તાઓ પર ફેરવતા રહ્યા. અમે એક પોલીસ સ્ટેશન ગયા, પછી બીજા અને ત્રીજા સ્ટેશને લઈ જવાયા, પરંતુ દરેક જગ્યાએ કહેવામાં આવ્યું કે અંદર જગ્યા નથી. આખરે અમને એવો અહેસાસ થવા લાગ્યો કે જાણે અમારું અપહરણ  થઈ ગયું હોય. જો દેશમાં લોકોને ચાલવાની, બેસવાની કે મીડિયાને કવરેજ કરવાની પણ છૂટ ન હોય, તો પછી આ લોકશાહી કોના માટે છે? પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલા આવા દમનકારી પગલાંથી આ આંદોલનનું મહત્વ વધુ વધી ગયું છે."

ટોપિક્સ:GSTV NewsGujarati News