Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Violence on students at Jantar-Mantar: Dimple Yadav calls this incident 'black day' for democracy

VIDEO: જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ: ડિમ્પલ યાદવે આ ઘટનાને લોકશાહીનો 'કાળો દિવસ' ગણાવ્યો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા અહિંસક વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક બળપ્રયોગ સામે સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય ડિમ્પલ યાદવે કેન્દ્ર સરકાર સામે આકરો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આ ઘટનાને લોકશાહી અને ભારત દેશના ઇતિહાસ માટે એક "કાળો દિવસ" ગણાવ્યો છે.

App Store

ડિમ્પલ યાદવના મુખ્ય આરોપો અને આકરા પ્રહારો

ડિમ્પલ યાદવે આક્ષેપ કર્યો હતો કે, "વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી છે. કેટલાક પોલીસ કર્મચારીઓના ચહેરા પર શરમ પણ દેખાતી હતી, છતાં ફરજના નામે તેઓએ પોતાના નામની પટ્ટીઓ હટાવી દીધી અને આગળ વધ્યા. કેટલાક પોલીસકર્મીઓએ ગુંડા જેવું વર્તન કર્યું. કેટલાક અધિકારીઓએ યુનિફોર્મ વગર આવીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને તેમને ઈલેક્ટ્રિક શૉક પણ આપ્યા. નિયમ મુજબ કમરની નીચે જ બળપ્રયોગ કરવાનો હોય છે, પરંતુ તેના બદલે વિદ્યાર્થીઓની છાતી પર પ્રહાર કરવામાં આવ્યા."

"શું આ છે તમારું નવું ભારત?"

સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા તેમણે જણાવ્યું કે, "આજે ભારતમાતાના હૃદય પર સીધો ઘા કરવામાં આવ્યો છે. શું આ જ તમારું 'નવું ભારત' છે, જ્યાં દેશની દીકરીઓના કપડાં ફાડી નાખવામાં આવે છે? અમે અનેક એવી વિદ્યાર્થિનીઓને મળ્યા જેમના કપડાં ફાટી ગયા હતા. અહિંસક અને નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર આ પ્રકારની નિર્દયતા અને અહંકાર દેશના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી."

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

સમાજવાદી પાર્ટીના સાંસદે માંગ કરી છે કે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તુરંત હોદ્દા પરથી હટાવવામાં આવે અને સરકાર આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે. દૂર-દૂરથી આવેલા યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ વર્તમાન સરકાર દેશને બંધારણ મુજબ ચલાવવા માગતી નથી, તે માત્ર RSSની વિચારધારા મુજબ શાસન કરવા માગે છે.

ડિમ્પલ યાદવે જણાવ્યું હતું કે તેઓ અને તેમની પાર્ટી આ મુદ્દાને સંસદમાં પુરજોશમાં ઉઠાવશે અને ત્યારબાદ ફરીથી જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News