Video: સૌર ઊર્જાથી ઝળહળ્યું ગામ

સોર્સ: gstv

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં આવેલા ખૈરા ગામે દેશભરમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ ખૈરા દેશનું પ્રથમ સંપૂર્ણ સૌર ઊર્જા સંચાલિત ગામ બન્યું છે. ગામનાં તમામ ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવી છે, જેના કારણે વીજળી માટે પરંપરાગત ઊર્જા પરની નિર્ભરતા ઘટી છે. સોલર ઊર્જાના ઉપયોગથી ગ્રામજનોને વીજળીના બિલમાં પણ રાહત મળી રહી છે. આ પહેલથી સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન મળ્યું છે. ખૈરા ગામની આ સિદ્ધિ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત