VIDEO:ANDARNI VAAT/બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવના સાંસદોનો બળવો
રાજકારણ હવે સેવા અને વફાદારી નહી પણ ખરીદ-વેચાણનો ધંધો બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસમાં પશ્વિમ બં

રાજકારણ હવે સેવા અને વફાદારી નહી પણ ખરીદ-વેચાણનો ધંધો બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસમાં પશ્વિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાએ સાબિત કરી દીધું છે કે રાજનીતિ ધંધો છે. ટીએમસીના 20 સાંસદોએ સાવ અજાણી પાર્ટી નેશનલ સિટિઝન પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાણ કર્યું. તો ઉદ્ધવ ઠાકરેની યુબીટીના છ સાંસદોના અચાનક જ પક્ષ પલ્ટાની જાહેરાત કરી દીધી છે. યુટીબીના છ સાંસદો બુધવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર આપીને નવું જુથ બનાવવાની જાહેરાત કરી. યુબીટી પાસે 9 સાંસદો છે. ધારાસભ્ય કે સાંસદોએ પક્ષ પલ્ટો કરવા માટે બે તૃતિયાંસ સભ્યો જરુરી છે. યુબીટીના છ સાંસદો પક્ષ પલ્ટો કરે તો તેને કાયદાની અડચણ આવતી નથી. આ રીતે હવે ઠાકરેના છ સાંસદોએ પક્ષ પલ્ટો કરી નાંખ્યો. હવે યુબીટીના બે ભાગ થઇ ગયા છે. બળવા બાદ યુબીટીના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે સાંસદો 50 કરોડમાં વેચાયા છે. બળવાખોર સાંસદોને મુંબઇથી દિલ્લી જતા પહેલા 15 કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. પક્ષ પલ્ટા બાદ બાકીના 35 કરોડ ચુકવવાનું નક્કી થયું છે. તેણે ગંભીર આરોપ લગાવ્યો છે કે યુબીટીનાં સાંસદને 15 કરોડ મળ્યા પછી જ તેઓ મુંબઇથી પ્લેનમાં બેઠા હતા. રાવતના આરોપ ગંભીર છે. ફરી એક વાર પ્રશ્ન થાય છે કે શું રાજનીતિ માત્ર ખરીદ-વેચાણ પુરતી જ સિમિત થઇ ગઇ છે. ટીએમસીના 20 સાંસદો મમતાના બેનર હેઠળ ચુંટાયા હતા. તેઓ મમતાને જ પોતાના નેતા મનતા હતી અને હજુ પણ મને છે. તેમ છતાં પણ બંગાળમાં ટીએમસીના હાર થતા સાંસદોએ અભિષેકનું નામ આપી પક્ષ પલ્ટો કર્યો.. આ વાત બતાવે છે તે રાજનીતિ હવે ખરીદ-વેચાણનો ધંધો બની ગઇ છે. આ ધંધો ઉદ્ધવની પાર્ટીના સાંસદોએ પણ કર્યો. યુબીટીનાં સાંસદોએ હજુ સુધી જાહેરમાં ઉદ્ધવ ઠાકરે કે પાર્ટી વિરુધ એક શબ્દ ઉચ્ચાર્યો નથી. જાહેરમાં કોઇ નારાજગી પણ જાહેર કરી નથી. તો અચાનક જે કેમ યુબીટીના સાંસદોને બળવો કર્યો ? આ પ્રશ્નનો જવાબ રાઉતના નિવેદનમાં પડ્યો છે. જો સાંસદોએ ખરેખર પોતાના પદને 50 કરોડમાં સોદો કર્યો હતો તો લોકશાહી માટે આ ખતરનાક છે. વગર ચૂંટણી અને વગર નારાજગીઓ કોઇ પૈસાદાર પાર્ટી બીજી પાર્ટીના સાંસદોને જથ્થાબંધ કરી ખરીદી રહી છે તે હવે માનવું જ રહ્યું.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી



