મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઇમ્ફાલમાં હિંસા ભડકી: હોસ્પિટલમાંથી ઘાયલોને ખસેડવા બાબતે હોબાળો, પોલીસનો ટીયર ગેસ પ્રહાર

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે RIMS હોસ્પિટલમાંથી ઘાયલ કૂકી સમુદાયના વ્યક્તિઓને અન્યત્ર ખસેડવાની ઘટનાએ વિવાદ જગાવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવાના મુદ્દે અને તેમને ત્યાંથી દૂર કરવાના નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો