VIDEO: ઉત્તર પ્રદેશનું પોલીસ આરોપી સન્ની યાદવ પર ક્રોસ ફાયરિંગ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની છેડતી અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી.. આ ગુનાના મુખ્ય આરોપી, 34 વર્ષીય સન્ની યાદવને પકડવા માટે પોલીસે ખાસ ટીમ બનાવી હતી.. વહેલી સવારે ટેઢી પુલિયા નજીક જ્યારે પોલીસે તેને ઘેરી લીધો, ત્યારે આરોપીએ પોલીસ પર સીધો ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગોળી પોલીસના વાહનને વાગી હતી.. પોલીસે સ્વબચાવમાં વળતો જવાબ આપતાં ક્રોસ ફાયરિંગમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી હતી, જેથી તે ઘાયલ થયો હતો.. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.. તો બીજી તરફ લખનૌ પોલીસ આ મામલે ખૂબ જ દબાણમાં હતી, કારણ કે મહિલાની છેડતી અને તેના પર થયેલા હિચકારા હુમલા બાદ સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાને લઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.. આરોપી સન્ની યાદવ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને તે વિસ્તારમાં પોતાનો ખોટો પ્રભાવ જમાવવા માંગતો હતો.. પોલીસે તેને પકડવા માટે ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું.. આ એન્કાઉન્ટર દ્વારા લખનૌ પોલીસે ગુનેગારોમાં કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનાર સામે આવા જ આકરા પગલાં લેવામાં આવશે..

