VIDEO: T20 મુંબઈ મહિલા લીગની પ્રથમ સીઝન ૧ થી ૧૩ જૂન
T20 મુંબઈ લીગની ચોથી સીઝન અને T20 મુંબઈ પ્રથમ સીઝન ૧ થી ૧૩ જૂન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં રમ

T20 મુંબઈ લીગની ચોથી સીઝન અને T20 મુંબઈ પ્રથમ સીઝન ૧ થી ૧૩ જૂન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ ગુરૂવારે લીગનું શિડ્યુલ જાહેર કર્યાં બાદ વિધિવત લોન્ચિંગ કર્યું..જેમાં તમામ ફ્રેન્ચાઈઝી કેપ્ટન સાથે ટ્રોફી રીવીલ કરવામાં આવી...સાથે જ લીગ અને વર્તમાન ક્રિકેટ અંગે સવાલ-જવાબનું સેશન પણ યોજાયું.. MCA ના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, T20 મુંબઈ લીગે મુંબઈની ક્રિકેટ સંસ્કૃતિને મજબૂત કરવામાં અને ઊભરતા ખેલાડીઓને ક્રિકેટ જગતના કેટલાક સૌથી મોટા નામો સાથે રમવાની તક આપવામાં સતત મહત્વની ભૂમિકા ભજવી છે. વાનખેડે સ્ટેડિયમમાં વિમેન્સ અને મેન્સની લીગનું આયોજન મુંબઈ ક્રિકેટને વધુ લોકો સુધી પહોંચાડવાની MCA ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



